નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે. 2021ના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ બંને રાજ્યો પર ચક્રવાત યાસની અસરનો અંદાજ મેળવવા માટેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી બંને રાજ્યોમાં ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલાં ભુવનેશ્વર જશે, અહીં તે સમીક્ષા બેઠક કરશે. તે પછી બાલાસોર, ભદ્રક, અને પુરબા મેદિનીપુરના પ્રભાવિત વિસ્તારોમાં હવાઇ નિરિક્ષણ માટે જશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળમાં સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. 

કોરોના વચ્ચે હેલ્થ ઇંશ્યોરન્સને લઇને મોટું ટેંશન ટળ્યું! પ્રીમિયમ પર સરકારે લીધો આ નિર્ણય


ઓડિશા, પશ્વિમ બંગાળ અને ઝારખંડમાં તબાહી
ચક્રવાતી વાવાઝોડા 'યાસ' બુધવારે દેશના પૂર્વી તટો સાથે ટકરાયું હતું. ચક્રવાત દરમિયાન 145 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન ફૂંકાતા ઘણા મકાનો ક્ષતિગ્રસ્ત થઇ ગયા, ખેતરોમાં પાણી ભરાઇ ગયા. યાસના કારણે ઓડિશા, પશ્વિમ બંગાળ અને ઝારખંડમાં તબાહી મચાવી છે. ત્રણેય રાજ્યોમાં 21 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ સાથે ટકરાયું અને ખૂબ નુકસાન કર્યું. ઓડિશામાં સમુદ્રના પાણી ગામમાં ઘૂસી ગયા અને ઘણા ઝૂંપડા તણાઇ ગયા હતા. તો બીજી તરફ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળમાં લગભગ 3 લાખ ઘરોને યાસ ચક્રવાતે નુકસાન પહોંચાડ્યું છે.  

Google આપશે 7 કરોડ રૂપિયા, બસ કરવું પડશે આ કામ અને થશે છપ્પર-ફાડ કમાણી


જાણો ચક્રવાતી વાવાઝોડા યાસની તાજા અપડેટ
તમને જણાવી દઇએ કે બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા યાસ (Cyclone Yaas) નબળું પડીને 'ડીપ ડિપ્રેશન'માં બદલાઇ ગયું છે અને આગામી 12 કલાક દરમિયાન તેના ઉત્તર-પશ્વિમ તરફ વધ્યું અને ધીમે ધીમે નબળું પડવાની સંભાવના છે. ચક્રવાત ગત છ કલાક દરમિયાન લગભગ 13 કિમી પ્રતિ કલાકની ગતિથી ઉત્તર-ઉત્તર-પશ્વિમી તરફ વધી રહ્યું છે. આઇએમડીના પૂર્વાનુમાનના અનુસાર દક્ષિણ ઝારખંડ અને તેનાથી અડેલા ઉત્તરી ઓડિશામાં ત્રણકા દરમિયાન પવન ગતિ 60 કિલોમીટરથી ધીરે ધીમે ઓછું થઇને 40-50 કિમી પ્રતિ કલાકની ગતિ થઇ જશે. વાવાઝોડું આગામી 12 કલકા દરમિયાન ઓડિશાના મોટાભાગના સ્થળો પર સામાન્યથી મધ્યમ વરસાદ હશે અને ઉત્તર આંતરિક રાજ્યમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની સંભાવના છે. 


અત્યારે અહીં થશે મધ્યમ વરસાદ
પશ્વિમ બંગાળમાં, આગામી 12 કલાક દરમિયાન મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરામાં છુટાછવાયેલા સ્થળો પર ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળો પર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન ઝારખંડમાં મોટાભાગના સ્થળો પર સામાન્યથી મધ્યમ વર્ષા, ભારેથી વાધુ વર્ષા અને છુટા છવાયેલા સ્થળો પર ભારે વરસાદની સંભાવના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube