નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદી આવતીકાલે 23મી જૂલાઇથી 27મી જૂલાઇ સુધી રવાંડા,યુગાંડા અને દક્ષિણ આફ્રિકાની યાત્રા પર જશે. વિદેશ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે ત્રણ દેશોની યાત્રા પર પ્રધાનમંત્રી મોદી બ્રિકસ સંમેલનમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી પ્રથમ બે દિવસ રવાંડાની યાત્રા કરશે. રવાંડાનો પ્રવાસ કરનાર પ્રધાનમંત્રી મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસની આ વિદેશ યાત્રા દરમિયાન ભારત રક્ષા, સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કરશે. પ્રધાનમંત્રી મોદી 24 અને 25મી જૂલાઇએ યુગાન્ડામાં રહેશે. આ યાત્રા દરમિયાન શિષ્ટમંડલ સ્તરીય વાર્તા કરવા ઉપરાંત યુગાંડાની સંસદને પણ સંબોધિત કરશે. 


યાત્રાના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકા જશે..PM મોદી જહોનિસબર્ગમાં બ્રિકસ સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સહિત તમામ વૈશ્વિક મુદ્દા પર ચર્ચા યોજાશે. મહત્વપૂર્ણ છે કે બ્રિકસ સંમેલનમાં બ્રાઝિલ, રશિયા,ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા શામેલ થશે.