PM મોદીએ સ્વામી પ્રભુપાદની 125મી જયંતી પર ₹125 નો વિશેષ સ્મારક સિક્કો કર્યો લોન્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (Srila Bhaktivedanta Swami Prabhupada Ji) ની 125મી જયંતિના અવસર પર બુધવારે ₹125 નો એક વિશેષ સ્મારક સિક્કો જાહેર કર્યો. આ અવસર પર પીએમ મોદી (Narendra Modi) એ વીડિયો કોન્ફ્રંસિંગ દ્વારા સંબોધન કર્યું.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (Srila Bhaktivedanta Swami Prabhupada Ji) ની 125મી જયંતિના અવસર પર બુધવારે ₹125 નો એક વિશેષ સ્મારક સિક્કો જાહેર કર્યો. આ અવસર પર પીએમ મોદી (Narendra Modi) એ વીડિયો કોન્ફ્રંસિંગ દ્વારા સંબોધન કર્યું.
તેમણે કહ્યું કે પરમ દિવસો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હતી અને આજે આપણે શ્રીલ પ્રભુપાદ જીની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. આ એવું છે જેમ સાધાનું સુખ અને સંતોષ એક સાથે મળી જાય. આ ભાવને આજે આખી દુનિયામાં શ્રીલ પ્રભુપાદ સ્વામીના લાખો કરોડો અનુયાયી અને લાખો કરોડો કૃષ્ણ ભક્ત અનુભવ કરી રહ્યા છે.
પીએમ (Narendra Modi) એ કહ્યું કે આજે આ સુખદ સંયોગ છે કે આવા મહાન દેશભક્તની 125મો જન્મદિવસ એવા સમયે થઇ રહ્યો છે, જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષનો પર્વ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે સ્વામી પ્રભુપાદજીએ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયન્સનેસ (ઇસ્કોન)ની સ્થાપના કરી હતી જેને સામાન્ય રીતે ' હરે કૃષ્ણ આંદોલન' ના રૂપમાં ગણવામાં આવે છે.
આગળ પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે જ્યારે પણ કોઇ બીજા દેશમાં જાય છે અને ત્યાં જ્યારે લોકો 'હરે ક્રિષ્ણ' બોલીને મળે છે તો આપણને કેટલું આપણાપણું લાગે છે, કેટલું ગૌરવ પણ હોય છે. કલ્પના કરો, આ જ પોતાનાપણું જ્યારે આપણને મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ માટે મળશે તો આપણને કેવું લાગશે.
તેમણે કહ્યું કે આજે દુનિયાના અલગ-અલગ દેશોમાં હજારો ઇસ્કોન મંદિર છે, કેટલા જ ગુરૂકુલ ભારતીય સંસ્કૃતિને જીવંત બનાવી છે. ઇસ્કોને દુનિયાને બતાવ્યું છે કે ભારત માટે આસ્થાનો અર્થ છે- ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ અને માનવતા પર વિશ્વાસ.
'કઠિન સમયમાં ચૈતન્ય મહાપ્રભુએ આપી શક્તિ'
પ્રધાનમંત્રીએ કહ્યું કે 'આજે વિદ્વાન આ વાતનું આંકલન કરે છે કે જો ભક્તિકાળની સામાજિક ક્રાંતિ ન હોત તો ભારત ન જાણે ક્યાં હોત, કયા સ્વરૂપમાં હોત! તે કઠિન સમયમાં ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતોએ આપણા સમાજને ભક્તિની ભાવના સાથે બાંધ્યા, તેમણે 'વિશ્વાસથી આત્મવિશ્વાસ'નો મંત્ર આપ્યો.
પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે 'આજે વિદ્વાન આ વાતનું આંકલન કરે છે કે જો ભક્તિકાળની સામાજિક ક્રાંતિ ન થઇ હોત તો ભારત ક્યાં હોત. કયા સ્વરૂપમાં હોત! તે કઠિન સમયમાં ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતોએ અમારા સમાજને ભક્તિની ભાવનાથી બાંધ્યા, તેમણે 'વિશ્વાસથી આત્મવિશ્વાસ' નો મંત્ર આપ્યો.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube