Loksabha Election 2024: એક દિવસ... ત્રણ રાજ્યમાં પ્રચાર, પ્રધાનમંત્રી મોદીએ સંભાળી કમાન, વિપક્ષો પર કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણીનો માહોલ હવે જામી ગયો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તો પીએમ મોદીએ ભાજપ તરફથી પ્રચારની કમાન સંભાળી છે. પીએમ મોદીએ આજે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં પ્રચાર કર્યો હતો.
નવી દિલ્હીઃ ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે.. એક જ દિવસમાં ત્રણ ત્રણ રાજ્યમાં રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે.. આજે સવારમાં બિહાર, બપોરે બંગાળ અને સાંજે મધ્યપ્રદેશમાં મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો... પીએમ મોદીએ સભાને સંબોધતા વિરોધી પર શાબ્દિક વાર કર્યા... બિહારમાં ઈન્ડિયા ગઠબંધનને નિશાને લીધું, તો બંગાળમાં દીદી સરકારની કાયદો વ્યવસ્થાને વખોડી.
4 જૂન 400 પારના નારાને સાર્થક કરવા પીએમ મોદી ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે.. ક્યારેક રાજસ્થાન તો ક્યારેક બિહાર.. તો ક્યારેક પશ્ચિમ બંગાળમાં મોદી સભાઓ ગજવી વિરોધીઓ પર વાર કરી રહ્યા છે... આજે ફરી બિહાર અને પશ્ચિમ બંગાળમાં રેલી કરીને મોદીએ વિપક્ષને નિશાને લીધું.... સૌથી પહેલા બિહારના નવાદામાં પીએમ મોદીએ નીતિશ કુમારની સાથે સભા કરી.. અહીં મોદીએ નીતિશકુમારની કામગીરીને વખાણી.. તો જંગલરાજના મુદ્દે આરજેડી પર શાબ્દિક હુમલો પણ કર્યો.. તેમણે ઈન્ડિયા ગઠબંધનને સનાતન વિરોધી ગણાવ્યુ... સાથે જ કહ્યું કે, વિપક્ષ દેશનું વિભાજન કરવાની માનસિકતા ધરાવે છે.. જોકે આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન પર પણ કટાક્ષ કર્યો.. મોદીએ કહ્યું કે, જે લોકો ભારતને આંખ દેખાડતા હતા, તેઓ આજે લોટ માટે ભટકી રહ્યા છે.
પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન પર વાર કરતા તેજસ્વી યાદવે સનાવતી વિરોધી હોવાના પુરાવા માગ્યા.. સાથે જ આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપના લોકો પોતાને ભગવાન માની રહ્યા છે.. એટલે વિપક્ષને સનાતન વિરોધી કહે છે..
આ પણ વાંચોઃ '2025માં PoK ભારતનો ભાગ બનશે', રશિયા-યુક્રેન યુદ્ધની સચોટ આગાહી કરનાર જ્યોતિષનો દાવો
બિહારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં સભાને સંબોધી... જ્યાં પીએમ મોદીએ કાયદો અને વ્યવસ્થાને લઈને TMC સરકાર સામે સવાલ ઉઠ્વાયા... તેમણે TMCને લોકતંત્ર અને સંવિધાનને કચડનારી પાર્ટી ગણાવી... તો સાથે સાથે સંદેશખાલીનો મુદ્દો ઉઠાવીને બંગાળમાં બહેન-દિકરીઓ સુરક્ષિત ન હોવાનો દાવો કર્યો... આ દરમિયાન તેમણે કટાક્ષ કર્યો કે, કોંગ્રેસ, ટીએમસી અને લેફ્ટ બધા એક સરખા જ લોકો છે..
આ તરફ બંગાળના પુરુલિયામાં મમતા બેનર્જીએ ભાજપને તોફાન મચાવનારી પાર્ટી ગણાવી.. દીદીએ આક્ષેપ કર્યો કે, ભાજપ તોફાનો કરાવીને બંગાળમાં NIAની એન્ટ્રી કરાવવા માગે છે..
400 પારના લક્ષ્યને હાંસલ કરવા ભાજપ પૂર્ણ તાકાત સાથે જોર લગાવી રહ્યું છે.. જેમા એક તરફ દક્ષિણ ભારતમાં પીએમ મોદીના અનેક પ્રવાસો બાદ જેપી નડ્ડાએ પ્રચાર કમાની સંભાળી છે.. તો બીજી તરફ ઉત્તર ભારતમાં મોદી ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે... ભાજપનું ઉત્તર પ્રદેશ,બિહાર, રાજસ્થાન પર વિશેષ ધ્યાન છે. તો પશ્ચિમ બંગાળમાં પણ વધુમાં વધુ બેઠકો હાંસલ કરવાની રણનીતિ પર મોદી આગળ વધી રહ્યા છે.. જોકે મોદીનો વિજય રથ હકીકતમાં કેટલી બેઠક પર અટલે છે કે 4 જૂને ખબર પડશે..