વડાપ્રધાન મોદીનું કાળા કપડા પહેરીને ગંગા પાછળ હતુ ખાસ કારણ! વાંચો
અર્ધકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાળા વસ્ત્રોમાં ગંગા સ્નાન ચર્ચાનો વિષય છે, પરંતુ વડાપ્રધાનની કાળા કપડા પાછળ પણ ચોક્કસ ગણત્રી હતી.
પ્રયાગરાજ: અર્ધકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાળા વસ્ત્રોમાં ગંગા સ્નાન ચર્ચાનો વિષય છે. ધર્મજ્ઞ તેના શુભત્વ અંગે પણ વિચાર કરી રહ્યા છે. જ્યોતિષ નિષ્ણાંતોના અનુસાર સામાન્ય રીતે શ્યામલ વસ્ત્રોનો પ્રયોગ નિશાકાલીન અથવા તંત્રોક્ત પુજામાં કવરામાં આવે છે. સાત્વિક અને માંગલિક ધર્માનુષ્ઠાનોમાં આ રંગ વર્જિત છે. તેનું કારણ છે કે કાળો સર્વગ્રાહ્ય રંગ છે. તેના પર કોઇ જ રંગની અસર નથી થતી. આ તમામને સમાહિત કરી લે છે. સાથે જ તે સ્વયં તમસનું પ્રતિક છે. કાળા વસ્ત્ર પહેરેલી વ્યક્તિ તામસિકતાનું પ્રતિક સાથે પુજા અનુષ્ઠાન સાથે જોડાય તો તે સમગ્ર ફળની પ્રાપ્તી નથી કરી શકતો.
આર્ટીકલ 35A હટશે તો અરૂણાચલ કરતા પણ ખરાબ સ્થિતી સર્જાશે: ઉમર અબ્દુલ્લા
નિષ્ણાંતોના અનુસાર વડાપ્રધાન મોદીએ ગંગામાં સહજ આસ્થા સાથે ડુબગી લગાવી હતી. ગંગા સ્નાન ધર્માનુષ્ઠાનનો હિસ્સો ન હોવાના કારણે તેનો કોઇ ધાર્મિક સકારાત્મક નકારાત્મક પ્રભાવ તેમના પર નહી પડે. મોદીજીના ગળામાં સ્નાન સમયે રૂદ્રાક્ષની માળા હોવાનાં કારણે મહાદેવની કૃપા તેમની સાથે રહી હતી. શિવશંકરને અઘોરેશ્વર માનવામાં આવે છે. શિવ સ્વયં રંગ ભેદાદી પ્રપંચોથી પર છે.
NRC અને રામ મંદિર નિર્માણ મુદ્દે તમારૂ વલણ સ્પષ્ટ કરે કોંગ્રેસ: અમિત શાહ
કાળા રંગને શનિગ્રહનો મુખ્ય રંગ માનવામાં આવે છે. શનિ ગ્રહ જનતાના કારણે છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સ્વયં જનતાના સૌથી મોટા પ્રતિનિધિ છે. તેમના કાળા વસ્ત્રોમાં સ્નાન સમગ્ર દેશનાં લોકો માટે સ્નાનનું પ્રતિક છે.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત: મોદી યાદ રહે ન રહે દેશની શોર્યગાથા રહેવી જોઇએ
વડાપ્રધાન મોદીની જનમ તારીખ 17 સપ્ટેમ્બર, 1950 છે. જન્માંક 8 છે. તે શનિનો અંક છે. શનિ તેમની જન્મ રાશિ વૃશ્ચિક છે. તેઓ શનિની સાડા સાતીના પ્રભાવમાં છે. સંભવત શનિને પ્રસન્ન કરવા માટે તેમને કાળા વસ્ત્ર ધારણ કર્યા હોય. જ્યોતિષી દ્રષ્ટીએ તે શાસ્ત્ર સમ્મત છે. વડાપ્રધાન હોવાના કારણે નરેન્દ્ર મોદી સમાજના અંતિમ તબક્કાના સર્વોચ્ચ પ્રતિનિધિ છે. તેમને સન્માન આપવા માટે પણ તેમણે કૃષ્ણ વસન ધારણ કર્યું. નિશ્ચિત એવું કરવું નબલા વર્ગ પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરે છે.