નવી દિલ્હી: જો તમે ખરાબ સિગ્નલના કારણે કોલ ડ્રોપની સમસ્યાથી હેરાન છો, તો 1 ઓક્ટોબર 2018થી તમારા માટે રાહતના સમાચાર છે. આ પહેલા પણ કોલ ડ્રોપ રોકવા માટે ત્રણ વર્ષમાં ત્રણ વખત કાયદામાં ફેરફાર કરવામાં આવી ચુક્યા છે, પરંતુ સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર થયો ન હતો. જોકે હવે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વાર સોમવારથી (1 ઓક્ટોબર 2018) એક નવો કાયદો લાગુ કરવા જઇ રહી છે. આ નવા કાયદા અંતર્ગત ખરાબ સર્વિસ આપવા માટે ટેલીકોમ ઓપરેટરો પર દંડ લગાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કરવી પડી કોલ ડ્રોની ફરિયાદ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચારના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમને દિલ્હી એરપોર્ટથી તેમના આવાસ સુધી પહોંચવાના દરમિયાન કોલ ડ્રોપનો સામનો કરવો પડે છે, જેના કારણે પીએમને કોલ ડ્રોપની ફરિયાદ કરવી પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રદાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે કેવી રીતે લોકો દિલ્હી એરપોર્ટ પર કોલ કરવા માટે મુશ્કેલીઓ ભોગવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે લોકો દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી સતત કોલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને કોલ ડ્રોપ રાષ્ટ્ર કક્ષાની સમસ્યા બની ગયું છે.


ટેલીકોમ કંપનીઓની થઇ બેઠક
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીની ફરિયાદ બાદ દુરસંચાર વિભાગે આક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડીએ ટેલીકોમ કંપનીઓની બેઠક બોલાવી હતી. ટ્રાઇએ કહ્યું હતું કે હેવ વાત કરતા કરતા નેટવર્ક ગાયબ થઇ જવું તેને જ કોલ ડ્રોપ ગણવામાં આવશે નહીં પરંતુ વાતચીત દરમિયાન અવાજ ન સંભળાવો, અવાજ અટકવો અથવા નેટવર્ક ઓછું હોવું જેવી સમસ્યાઓને પણ શામેલ કરવામાં આવશે.


ખરાબ સર્વિસ આપવા માટે ટેલીકોમ ઓપરેટરોને થશે દંડ
સુત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ ટેલીકોમ સેક્રેટરી અરૂણા સંદરરાજનને પૂછ્યું હતું કે કોલ ડ્રોપ માટે ટેલીકોમ ઓપરેટરો પાસેથી કેટલો દંડ વસૂલ કરવા આવ્યો ચે. સુંદરરાજને જણાવ્યું હતું કે ત્રણ કોલ ડ્રોપ પર 1 રૂપિયો ચાર્જ કરવાના યોજના લાગુ થઇ શકી ન હતી. તેમણે જણાવ્યું કે ખરાબ સર્વિસ આપવાના માટે ટેલીકોમ ઓપરેટરોને દંડનાં સંબંધમાં મંત્રાલયે પણ હજૂ સુધી કોઇ જ ડિટેલમાં જાણકારી આપી નથી. તમને જણાવી દઇએ કે ગત બે વર્ષમાં કોલ ડ્રોપ પર જે પણ કડક કાયદો બનાવવામાં આવ્યો છે, તેના અંતર્ગત અત્યાર સુધામાં એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી.