અમેરિકાના મોંઘેરા મહેમાનના આગમન પહેલા પીએમ મોદીએ કરી ટ્વિટ, કહ્યું કે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ભારતની મુલાકાતને લઈને બંને દેશ બહુ જ ઉત્સાહિત છે. ટ્રમ્પ તો ભારત આવવા એટલા ઉત્સાહિત છે કે, આવવાના દસ દિવસ પહેલાથી તેઓ સતત ટ્વિટ કરીને પોતાનો ઉત્સાહ સમગ્ર વિશ્વને બતાવી રહ્યાં છે. ટ્રમ્પની આ મુલાકાત બંને દેશોની વચ્ચે બની રહેલા નવા સંબંધોને લઈને બહુ જ ખાસ બની રહેવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ખુદ પોતાના આ મિત્રને રિસીવ કરવા માટે એરપોર્ટ જશે. એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મેજર સુભાષની આગેવાનીમાં જવાન ટ્રમ્પનું સન્માન કરાશે.
ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ભારતની મુલાકાતને લઈને બંને દેશ બહુ જ ઉત્સાહિત છે. ટ્રમ્પ તો ભારત આવવા એટલા ઉત્સાહિત છે કે, આવવાના દસ દિવસ પહેલાથી તેઓ સતત ટ્વિટ કરીને પોતાનો ઉત્સાહ સમગ્ર વિશ્વને બતાવી રહ્યાં છે. ટ્રમ્પની આ મુલાકાત બંને દેશોની વચ્ચે બની રહેલા નવા સંબંધોને લઈને બહુ જ ખાસ બની રહેવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ખુદ પોતાના આ મિત્રને રિસીવ કરવા માટે એરપોર્ટ જશે. એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મેજર સુભાષની આગેવાનીમાં જવાન ટ્રમ્પનું સન્માન કરાશે.
અમદાવાદના આ રસ્તાઓ પર આજે નીકળવાનું ટાળજો, આવી રહ્યાં છે ટ્રમ્પ
Pics : બસ ભરીને લોકો ટ્રમ્પને નિહાળવા અમદાવાદ પહોંચ્યા, મોટેરા સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી
અમદાવાદના સાબરમતી આશ્રમમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમની બહાર 16 જગ્યાઓ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જગ્યા જગ્યા પર પાણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. દરેક સ્ટોલ પર 3 લોકોનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમની બહાર ધીરે ધીરે લોકો એકઠા થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે. આ વચ્ચે પીએમ મોદી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રોડ શો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...