14 ઓગસ્ટને `વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ`ના રૂપમાં મનાવશે ભારત, PM મોદી બોલ્યા- વિભાજનનું દુખ ભૂલાવી શકાય નહીં
Partition Horrors Remembrance Day: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરનો અંત લાવવા પ્રેરણા આપશે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 14 ઓગસ્ટના દિવસને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' (Partition Horrors Remembrance Day) તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. આ વાત પીએમ મોદીએ ટ્વીટ કરીને કહી છે. પીએમ મોદીએ તેનું કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ દિવસે નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ હતું. તેના બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટમાં લખ્યુ- 'દેશના વિભાજનના દર્દને ક્યારેય ભૂલાવી શકાય નહીં. નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. #PartitionHorrorsRemembranceDay આ દિવસ આપણે ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે ન માત્ર પ્રેરિત કરશે, પરંતુ તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદનાઓ મજબૂત થશે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube