નવી દિલ્હી/ ઇન્દોર: મોડી રાત્રે ગુજરાત, રાજસ્થા, મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે દર્ઝનો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. દેશભરમાં આવેલી કુદરતી આફત પર પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. બુધવાર સવારે પ્રધાનમંત્રી મોદીએ કુદરતી આફત પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું, ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનથી ઘમો દુ:ખી છું. બધા પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. તે દરમિયાન પ્રદાનમંત્રીએ ગુજરાતના લોકો માટે સહાય આપવાની જાહેરાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દેશભરમાં વાવાઝોડાથી 39 લોકોના મોત, PM મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટ ઉડ્યા


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય


ચેતીને રહેજો, હજી પણ વાતાવરણ ખરાબ રહેવાની આગાહી


થોડીવાર પછી પીએમએ કરી બધા રાજ્યા માટે સહાયની જાહેરાત
કમલનાથના ટ્વિટ બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રદાનમંત્રી કાર્યાલયથી સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું કે, મપ્ર, રાજસ્થાન, મણિપુર અને દેશના જુદી જુદી જગ્યાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં જીવન ગુમાવનારના પરિવારજનો માટે 2-2 લાખ રૂપિયાની સહાયને પીએમના રાષ્ટ્રી રાહત કોષમાંથી આપવામાં આવશે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...