Kutch New Year :કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણેખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મોટો છે. ‘કચ્છી નયે વરે - અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ...’ સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. પીએમ મોદીએ કચ્છીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી છે. અષાઢી બીજે કચ્છીઓનું નવું વર્ષ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મેઠડો પાંજો મલક , ને મેઠડી પાંજી બુલી, એનીથીય મેઠડા કચ્છી માંડું, હી જ પાંજી હૂંભ, ને ઇ જ પાંજી ડિયારી! જન્મેં ને કર્મેં સે કચ્છી એડા મેણી કચ્છી ભેણે ને ભાવરેં કે... કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું.. 



બીજી ટ્વીટમાં તેમણે લખ્યુ કે, દરેકને, ખાસ કરીને વિશ્વભરમાં ફેલાયેલા જીવંત કચ્છી સમુદાયને, અષાઢી બીજના શુભ અવસર પર શુભેચ્છાઓ. આ આવતું વર્ષ દરેકના જીવનમાં શાંતિ, સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે તેવી પ્રાર્થના...



કચ્છી નવા વર્ષનો ઇતિહાસ
જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરૂ ગોરખનાથે તેમને અષાઢી બીજના દિવસે ગુરૂમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે. પરંતુ ત્યાર બાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. આ તો ઇતિહાસના પાનાં પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જુની ગણાવે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આંનદિત થઇ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.