કોરોના સંક્રમણ પર PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ- ડરવાની જરૂર નથી, ભેગા મળીને હરાવીશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, કોરોનાને લઇને ડરવાની જરૂર નથી અને આપણે બધા ભેગા મળીને આ મહામારીને હરાવીશું. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના એક ટ્વિટને રિટ્વિટ કરી આ વાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તે લોકોની પ્રશંસા કરી છે, જે દિવસ રાત કોરોના સામે જંગમાં ફ્રન્ટલાઈન પર ઉભા છે. જેઓ દેશભરમાં સતત સૂનિશ્ચિત કરવામાં લાગ્યા છે, ભારતની સમાન્ય જનતાની જરૂરીયાતોને પૂર્ણ કરવામાં આવી શકે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, કોરોનાને લઇને ડરવાની જરૂર નથી અને આપણે બધા ભેગા મળીને આ મહામારીને હરાવીશું. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના એક ટ્વિટને રિટ્વિટ કરી આ વાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તે લોકોની પ્રશંસા કરી છે, જે દિવસ રાત કોરોના સામે જંગમાં ફ્રન્ટલાઈન પર ઉભા છે. જેઓ દેશભરમાં સતત સૂનિશ્ચિત કરવામાં લાગ્યા છે, ભારતની સમાન્ય જનતાની જરૂરીયાતોને પૂર્ણ કરવામાં આવી શકે.
તમને જણાવી દઇએ કે, ભારત સરકાર કોરોના વાયરસને રોકવા માટે તમામ પ્રકારના જરૂરી પગલા લઈ રહી છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલય આ મહામારીને રોકવા માટે કામ કરી રહ્યાં છે. મંત્રાલયના કામ માટે પીએમ મોદીએ દરેક મંત્રાલયની પ્રશંસા કરી છે. આ પહેલા તેમણે રેલ મંત્રાલયની પ્રશંસા પણ કરી અને રેલ મંત્રીના ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું કે ભારતીય રેલવે પર ગર્વ છે. સંકટના સમયમાં આપણે સતત નાગરિકોની મદદ કરતા રહીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube