નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો સમય હવે ધીરે ધીરે નજીક આવી રહ્યો છે. તેના માટે જોરદાર તૈયારીઓ છે. આ પળના સાક્ષી બનવા માટે સમગ્ર દેશ ઉત્સાહિત છે. 28મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનો શુભારંભ કરશે. જો કે આ સમારોહમાં લગભગ 20 જેટલા વિપક્ષી દળો નહીં હોય. તેમણે સમારોહનો બહિષ્કાર કર્યો છે. તેઓ ઈચ્છે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેનું ઉદ્ધાટન કરે. આ પ્રકારની માંગને ખુદ વિપક્ષના અનેક નેતા અયોગ્ય ગણાવી ચૂક્યા છે. સંસદ લોકતંત્રનું મંદિર છે. આ પહેલા જ આ પ્રકારના વિવાદે રંગમાં ભંગ નાખવાનું કામ કર્યું છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નાનકડો વીડિયો શેર કરીને કહ્યું છે કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવાન્વિંત કરશે. તેમણે આ વીડિયોને વધુમાં વધુ શેર કરવાની અપીલ કરી છે. ત્યારબાદ સમારોહનો બહિષ્કાર કરનારા પક્ષો વિચાર કરતા થઈ જશે. તમને પણ એમ થશે કે આવું કેમ તો ખાસ જાણો. 


પીએમ મોદીએ શેર કર્યો વીડિયો
પીએમ મોદીએ શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો. તેમણે કહ્યું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવાન્વિત કરશે. આ વીડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની એક ઝલક પ્રદાન કરે છે. મારી એક વિશેષ અપીલ છે. આ વીડિયોને પોતાના અવાજ (વોઈસઓવર) સાથે શેર કરો. જે તમારા વિચારોને વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલીક રિટ્વીટ ચોક્કસ કરીશ. તેમણે કહ્યું કે, માય પાર્લિયામેન્ટ માય પ્રાઈડ હેશટેગનો ઉપયોગ કરવાનું ન ભૂલો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube