Ahmedabad: પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ બધા વચ્ચે વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે અમેરિકા બેંગ્લુરુ, અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલશે. બીજી બાજુ ભારત લોકો વચ્ચે સંબંધોને વધારવા માટે સિએટલમાં એક મિશન સ્થાપિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ કહ્યું કે અમેરિકાએ ગત વર્ષ ભારતીય વિદ્યાર્થીઓને 125000 વિઝા ઈશ્યુ કર્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ ગત વર્ષે 20 ટકા વૃદ્ધિની સાથે સંયુક્ત રાજ્ય અમેરિકા (USA) માં સૌથી મોટો વિદેશી વિદ્યાર્થી સમુદાય બનવા માટે તૈયાર છે. 


અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગ્લુરુ અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાનો ઈરાદો ધરાવે છે. ભારત પણ સિએટલમાં પોતાનું કોન્સ્યુલેટ ખોલશે. આ ઉપરાંત અમેરિકામાં વધુ એક નવું કોન્સ્યુલેટની જાહેરાત કરવા માટે ઉત્સુક છે. 


અધિકારીએ એમ પણ કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગ આ વર્ષના અંતમાં કેટલીક અરજી આધિરિત અસ્થાયી વર્ક વિઝાના ઘરેલૂ રિન્યુઅલ પર નિર્ણય લેવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલ પાંચ કોન્સ્યુલેટ છે. આ દૂતાવાસ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં છે. 


ભારતની રાજધાનીમાં અમેરિકાનું દૂતાવાસ એ દુનિયાના સૌથી મોટા અમેરિકી રાજનયિક મિશનોમાંથી એક છે. મળતી માહિતી મુજબ દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાર વાણિજ્ય દૂતાવાસોની ગતિવિધિઓનો સમન્વય કરે છે અને તે સુનિશ્ચિત કરે છે કે સમગ્ર દેશમાં અમેરિકા-ભારતના સંબંધ મજબૂત થાય.


મોદી સરકારમાં ગુજરાતનો દબદબો, સૌથી વધુ 8 મંત્રી, જાણો ઈન્દિરા ગાંધીના સમયમાં કેટલા


PM મોદીના પ્રવાસ વચ્ચે USA એ H-1B વિઝા માટે રજૂ કર્યો નવો પ્લાન, ભારતીયોને ફાયદો


બાજરાની કેક, મશરૂમ...પીએમ મોદી માટેના ડિનરમાં એકદમ વિશેષ વાનગીઓ


ગુજરાત સરકારે કરી હતી માંગણી
અત્રે જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે એવી માગણી કરવામાં આવી હતી કે ગુજરાતમાં અમેરિકન કોન્સ્યુલેટ સ્થાપવા માટે અમેરિકા સાથે વાતચીત કરવામાં આવે અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રા વખતે પણ એ રીતે માગણી કરવામાં આવી હતી કે અમેરિકા અમદાવાદમાં કોન્સ્યુલેટની સ્થાપના કરે. ઘણા દાયકાઓથી પેન્ડિંગ આ મુદ્દાને રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પની મુલાકાત સમયે ઉઠાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અમેરિકામાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે જેને ધ્યાને રાખીને આ માગણી કરવામાં આવી હતી. 


થશે આ મોટો ફાયદો
હાલ, ભારતમાં અમેરિકાના કોન્સ્યુલેટ નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં છે. ગુજરાત, દીવ-દમણ અને દાદર નગર હવેલીમાંથી અમેરિકાના વિઝા માટે અરજી કરનારા લોકોએ મુંબઈ જવું પડે છે. જો અમદાવાદમાં આ કોન્સ્યુલેટ ઓપન થાય તો અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને દર વખતે હવે મુંબઈ જવાની જરુર પડે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube