PM મોદીને મળ્યા બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ ગુજરાત માટે કરી મોટી જાહેરાત, ખુશખબર ખાસ જાણો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનથી 23 જૂન સુધી અમેરિકાના રાજકીય પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને અન્ય ટોચના નેતાઓ સાથે તથા દિગ્ગજ અમેરિકી કંપનીઓના ટોપના અધિકારીઓ સાથે મુલાકાત કરી. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ પણ સામેલ હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનથી 23 જૂન સુધી અમેરિકાના રાજકીય પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને અન્ય ટોચના નેતાઓ સાથે તથા દિગ્ગજ અમેરિકી કંપનીઓના ટોપના અધિકારીઓ સાથે મુલાકાત કરી. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ પણ સામેલ હતા. સુંદર પિચાઈએ પીએમ મોદી સાથે મુલાકાત બાદ મોટી જાહેરાત કરી છે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ શુક્રવારે પીએમ મોદી સાથે મુલાકાત બાદ જાહેરાત કરી કે ગૂગલ (Google) ગુજરાતમાં પોતાનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ઓપન કરશે. ચેમણે પીએમ મોદી સરકારના પ્રમુખ અભિયાન ડિજિટલ ઈન્ડિયા માટે પીએમના દ્રષ્ટિકોણની પણ પ્રશંસા કરી. ધુમાં કહ્યું કે આ ફિનટેક ઓપરેશન સેન્ટર ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ખોલવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સુંદર પિચાઈના હવાલે કહ્યું કે અમેરિકાની ઐતિહાસિક યાત્રા દરમિયાન પીએમ મોદીને મળવું એ સન્માનની વાત હતી. અમે પ્રધાનમંત્રી મોદી સાથે શેર કર્યું કે ગૂગલ ભારતના ડિજિટલીકરણ કોષમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાતમાં અમારું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ઓપન કરવાની જાહેરાત કરી રહ્યા છીએ.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા માટે પ્રધાનમંત્રી મોદીનો દ્રષ્ટિકોણ તેમના સમયથી ઘણો આગળનો હતો અને હું હવે તને એક બ્લ્યૂપ્રિન્ટ તરીકે જોઉ છું. જેને અન્ય દેશ કરવા ઈચ્છી રહ્યા છે.
પિચાઈ ઉપરાંત રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી, અને એપ્પલના સીઈઓ ટિમ કૂક પણ એવા બિઝનેસ લીડર્સમાં સામેલ હતા જેમણે શુક્રવારે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી.