અમેરિકામાં બે ડઝન દિગ્ગજોને મળશે પીએમ મોદી, ટ્વિટરના માલિક એલન મસ્ક સાથે પણ થશે મુલાકાત
PM Modi US Visit: પીએમ મોદી તેમના યુએસ પ્રવાસ દરમિયાન એલોન મસ્ક ગ્રેમી એવોર્ડ વિજેતા ફાગુ સહિત 24 દિગ્ગજોને મળશે. તેમની મુલાકાત બાદ પીએમ મોદી આ તમામ દિગ્ગજોને ભારત આવવાનું આમંત્રણ પણ આપી શકે છે. તમામ અનુભવીઓ પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિઓ ધરાવે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારથી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે. પીએમ મોદીની આ પ્રવાસ પર અલગ-અલગ ક્ષેત્રના આશરે 24 લોકો સાથે મુલાકાત થવાની છે. પીએમ મોદીની જે જાણીતી હસ્તિઓ સાથે મુલાકાત થશે તેમાં ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલન મસ્ક પણ સામેલ છે. આ પહેલા પીએમ મોદી અને એલન મસ્કની મુલાકાત વર્ષ 2015માં કેલિફોર્નિયા સ્થિત ટેસ્લા મોટર્સની ફેક્ટરીમાં થઈ હતી અને ત્યારે ટેસ્લાના ચીફ ટ્વિટરના માલિક નહોતા. મોદી અને મસ્કની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ટેસ્લા ભારતમાં ફેક્ટરી લગાવવા માટે જગ્યા શોધી રહી છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વમાં જ્યારે વોલ સ્ટ્રીટ જનરલને આપેલા ઈન્ટરવ્યૂમાં મસ્કને સવાલ પૂછવામાં આવ્યો કે શું ઓટોમેકરને ભારતીય બજારમાં રસ છે તો તેણે તેનો જવાબ હામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આશા છે કે આ વર્ષના અંત સુધી ટેસ્લા ફેક્ટરી લગાવવા માટે જમીન શોધી લેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ મોદી એલન મસ્ક સિવાય જે દિગ્ગજોને મળશે તેમાં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી, કલાકાર, વૈજ્ઞાનિક, વિદ્વાન, ઉદ્યમી, શિક્ષણવિદ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંત પણ સામેલ છે.
આ પણ વાંચો- મહિલાએ આધાર કાર્ડની તસવીરમાં એવી વિચિત્ર ટીશર્ટ પહેરી..હવે થઈ રહી છે શરમથી પાણી પાણી
પીએમ મોદી એલન મસ્ક સિવાય અંતરિક્ષ વૈજ્ઞાનિક અને લેખલ નીલ ડિગ્રેસી ટાઇસન, નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી પોલ રોમર, લેખક નિકોલસ નાસિમ તાલિબ અને ઈન્વેસ્ટર રે ડાલિયો સાથે મુકારાત કરી શકે છે. અધિકારીઓ અનુસાર જે અન્ય મુખ્ય હસ્તિઓની પીએમ સામે મુલાકાત થવાની છે તેમાં ફાલૂ શાહ, જેફ સ્મિથ, માઇકલ ફ્રોમૈન, ડેનિયલ રસેલ, એલબ્રિજ કોલ્બી, પીટર એગ્રે, સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડન સામેલ છે.
તેમણે કહ્યું કે આ મુલાકાત દરમિયાન યોગ્ય તાલમેલ, અમેરિકાના ઘટનાક્રમને સમજવા અને એજન્ડામાં સામેલ અન્ય મુદ્દા સિવાય લોકોને ભારતની સાથે સહયોગ કરવા માટે આમંત્રિત કરવા જેવા મુદ્દા વિશે વાતચીત થઈ શકે છે. તેમણે કહ્યું કે, લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે મોદી જે દેશનો પ્રવાસ કરે છે, હંમેશા તે દેશના પ્રબુદ્ધ લોકો અને હસ્તિઓને મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube