શું ખરેખર બાગેશ્વર ધામ પહોંચ્યા પીએમ મોદી? જાણો શું છે હકિકત?
યુટ્યુબની કેટલીક ચેનલોના થંબનેલ્સ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામ પહોંચ્યા છે અને અહીં તેમણે બાગેશ્વર ધામ સરકાર સામે અરજી કરી છે. આ વીડિયો વાયરલ થયા પછી ભારત સરકારની સંસ્થા PIB ફેક્ટ ચેકે તેની નોંધ લીધી અને તેની તપાસ કરી. તપાસ બાદ જાણવા મળ્યું કે આ દાવા ખોટા છે.
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેઓ તેને ઢોંગી કહી રહ્યાં છે. હાલાકી, ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ પહેલાં રાયપુરથી વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ બધાની વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામ પહોંચ્યા છે.
યુટ્યુબની કેટલીક ચેનલોના થંબનેલ્સ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામ પહોંચ્યા છે અને અહીં તેમણે બાગેશ્વર ધામ સરકાર સામે અરજી કરી છે. આ વીડિયો વાયરલ થયા પછી ભારત સરકારની સંસ્થા PIB ફેક્ટ ચેકે તેની નોંધ લીધી અને તેની તપાસ કરી. તપાસ બાદ જાણવા મળ્યું કે આ દાવા ખોટા છે.
આ પણ વાંચો:
BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ
બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો
તે જ સમયે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. અને આવા દાવા કરનારાઓને ચેતવણી આપી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બાગેશ્વર ધામને લગતી કોઈપણ માહિતી માત્ર સત્તાવાર ચેનલ પરથી જ સત્ય તરીકે લેવી જોઈએ, અન્ય ચેનલો દ્વારા આપવામાં આવતી માહિતી સંપૂર્ણ સાચી હોય તે જરૂરી નથી. સોશિયલ મીડિયા પર કેટલાક અસામાજિક તત્વોએ એડિટિંગ કરીને દાવો કર્યો છે કે ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામ સરકાર પહોંચ્યા છે.
તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે આવા લોકોની હરકતોને બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. તેમણે પીએમ મોદી પ્રત્યે ગરિમાને ધ્યાનમાં રાખીને જણાવ્યું કે વીડિયોને તાત્કાલિક ડિલીટ કરવામાં આવે.
આ પણ વાંચો:
દિવ્યાંગ દંપતીનો અનોખો સેવાયજ્ઞ : અનેક દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવ્યા
બરાબર 5 દિવસ બાદ મિથુન સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનના થશે ઢગલા!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube