નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) 21માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થવા માટે આજે ભારત આવી રહ્યા છે. માત્ર ગણતરીના કલાકોના તેમના આ પ્રવાસમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે. આ સાથે જ કેટલાક  કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. ભલે પુતિનનો આ પ્રવાસ ટૂંકો હોય પરંતુ હાલના સમયને જોતા તેમનો આ પ્રવાસ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ આજે દિલ્હી પહોંચશે અને ત્યારબાદ વાર્ષિક સંમેલનમાં સામેલ થશે. આ ઉપરાંત તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વપૂર્ણ સમજૂતિઓ પર બનશે સહમતિ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સહયોગી યુરી ઉશાકોવે જણાવ્યું છે કે પુતિન અને પીએમ મોદી વચ્ચે સંવાદ બાદ બંને દેશ કેટલાક સેમી કોન્ફિડેન્શિયલ સહિત 10 દ્વિપક્ષીય સમજૂતિઓ પર હસ્તાક્ષર કરી શકે છે. રશિયાની સમાચાર એજન્સી તાસ સાથે વાત કરતા ઉશાકોવે જણાવ્યું કે લગભગ 10 દ્વિપક્ષીય સમજૂતિ પર સહમતિ બની છે. જે ખુબ મહત્વપૂર્ણ છે અને તેમાંથી કેટલીક સેમી કોન્ફિડેન્શિયલ પણ છે. તેમણે કહ્યું કે આ સમજૂતિઓ પર હજુ કામ ચાલુ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રવાસ દરમિયાન સમજૂતિઓ પર હસ્તાક્ષર થઈ જશે. 


બે વર્ષ બાદ મુલાકાત
પુતિન વાર્ષિક ભારત રશિયા શિખર સંમેલનમાં સામેલ થવા માટે આજે નવી દિલ્હી પહોંચી રહ્યા છે. અત્રે જણાવવાનું કે 2019માં બ્રાસીલિયામાં બ્રિક્સ બેઠક બાદ રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે આ પહેલી બેઠક હશે. આ શિખર સંમેલનમાં રક્ષા મામલાઓ સહિત અનેક મહત્વપૂર્ણ મામલાઓ પર ચર્ચા થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમનું મોડલ ગિફ્ટ કરશે. પુતિના પ્રવાસ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને દેશો વચ્ચે રક્ષા અને વિદેશ મામલાઓના મંત્રીઓ વચ્ચે સોમવારે દિલ્હીમાં અનેક બેઠક થવાની છે. દિવસની શરૂઆત રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ તથા રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ, સૈન્ય ટેક્નિકલ સહયોગ પર ઈન્ટરગવર્નમેન્ટલ કમીશનના સહ અધ્યક્ષોની બેઠકથી થશે. 


અનેક મુદ્દાઓ પર ચાલી રહ્યો છે તણાવ
હિન્દ-પ્રશાંત ક્ષેત્ર, ક્વાડ અને અપઘાનિસ્તાન પર બંને દેશોના મતભેદ અને ચીન-ભારત તણાવ વચ્ચે પુતિનના આ પ્રવાસને ખુબ મહત્વ અપાઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે આગામી દસ વર્ષ સુધી રક્ષા સહયોગ ચાલુ રાખવા અને તે માટે ફ્રેમવર્ક બનાવવા પર મહોર લાગી શકે છે. રક્ષા સહયોગ માટે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ પર સહમતિ બનશે. આ ઉપરાંત જમીનથી હવામાં માર કરનારી આધુનિક મિસાઈલ પ્રણાલી ઈસ્લા એસ શોલ્ડર ફાયર્ડ મિસાઈલ ડીલ ઉપર પણ વાતચીત થશે. 


આ યાત્રાથી ચીનને સંદેશ
ભારતના આ પ્રવાસથી પુતિન એવું પણ દર્શાવવા માંગે છે કે ચીન સાથે રશિયાના સંબંધ મજબૂત થઈ રહ્યા છે તો તેની અસર ભારત સાથેના સંબંધ પર નહીં પડે. લદાખથી અરૂણાચલ પ્રદેશ સુધી ભારત સાથે ગૂંચવાયેલા ચીને પુતિનના ભારત પ્રવાસથી એક સંદેશ પણ મળી રહ્યો છે. આ વર્ષ ઓગસ્ટમાં  ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું તે વખતે મેરિટાઈમ સિક્યુરિટી પર બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પુતિન પોતે બેઠકમાં સામેલ થયા હતા. 


ચીન કરતા વધુ એડવાન્સ છે ભારતની S-400
એ જાણવું જરૂરી છે કે ચીને 2014માં રશિયા પાસેથી જ એસ-400 મિસાઈલ સિસ્ટમની છ બેટરીઓ ખરીદી હતી. તેને એસ-400ની ડિલિવરી 2018માં શરૂ કરાઈ હતી. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ચીને પોતાની એસ-400 મિસાઈલ સિસ્ટમ ભારત સરહદે પણ તૈનાત કરેલી છે. પરંતુ ભારતને મળનારી એસ-400 મિસાઈલ સિસ્ટમ ચીન પાસે છે તેના  કરતા વધુ એડવાન્સ અને લાંબા અંતરની છે. તેનું મુખ્ય કારણ MTCR છે. ભારત આ સંધિનો સભ્ય છે જ્યારે ચીન નથી. 


અસોલ્ટ રાઈફલ્સની ડીલની પણ થઈ શકે છે જાહેરાત
રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી રક્ષા અધિગ્રહણ પરિષદ (DAC)ની બેઠકમાં Ak-203 અસોલ્ટ રાઈફલ્સની ડીલને મંજૂરી મળેલી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ મુદ્દો બેઠકના એજન્ડામાં સામેલ હતો અને તેને પરિષદની મંજૂરી મળી છે. જો કે હજુ અધિકૃત રીતે તેની જાહેરાત થઈ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ રશિયાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ દરમિયાન આ ડીલની જાહેરાત થઈ શકે છે. 


અત્રે જણવવાનું કે પુતિનના ભારત પ્રવાસ અને પુતિન અને પીએમ મોદી વચ્ચે થનારી મહત્વપૂર્ણ બેઠક પર ચીન અને પાકિસ્તાન સહિત દુનિયાભરના દેશોની નજર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube