ન્યૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) મંચ પરથી વિશ્વમાંથી આતંકવાદ વિરુદ્ધ એક થવાનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વનાં નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, આતંકવાદ બધા માટે ઘાતક છે. આ માનવતાની વિરુદ્ધ છે. તેની સામે લડવા માટે બધાએ એક થવું પડશે. વડાપ્રધાન મોદીએ સંક્ષીપ્ત ભાષણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વચ્છતા સાથે પોતાની વાત શરૂ કરી. ત્યાર બાદ તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિક, પીવાના પાણી, ટીવી જેવી બિમારીને અટકાવવી માટે ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. આવો વડાપ્રધાન મોદીનાં ભાષણની 11 મહત્વની વાતો જાણીએ...

1. સંયુક્ત રાષ્ટ્રની ઇમારતની દિવાલ પર આજે મે વાંચ્યું, નો મોર સિંગલ યુઝ પ્લાસ્ટિક. મને સભામાં એવું જણાવતા ખુશી થઇ રહી છે કે આજે જ્યારે હું તમને સંબોધિત કરી રહ્યો છું. તે સમયે અમે સમગ્ર ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકતી મુક્ત કરવા માટે એક મોટુ અભિયાન ચલાવી રહ્યા છીએ. 
2. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વિશ્વમાં સૌથી વધારે લોકોએ મત આપીને મને અને મારી સરકારને પહેલાથી વધારે મજબુત જનાદેશ આપ્યો. આ જનાદેનાં કારણે આજે હું અહીં અહી ફરીથી આવ્યો છું. 
3. આગામી 5 વર્ષોમાં જળ સંરક્ષણને વધારવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણી કનેક્શન આપવાનાં છીએ. 2022માં જ્યારે ભારત પોતાની સ્વતંત્રતનાં 75 વર્ષ ઉજવી રહ્યું હશે ત્યાં સુધી અમે ગરીબો માટે 2 કરોડ મકાનોનું નિર્માણ કરવાનાં છીએ.
4. અમારા દેશની સંસ્કૃતી હજારો વર્ષ જુની છે, જેની પોતાની જીવંત પરંપરા છે, જે વૈશ્વિક સપનાઓને પોતાની સાથે સમેટેલી છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતી જીવમાં શિવના દર્શન કરવાની છે. 
5. જ્યારે એક વિકાસશીલ દેશ વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ સફળતાપુર્વક ચલાવે છે 50 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે, તો તેના સાથે બનેલી સંવેદનશીલ વ્યવસ્થા સમગ્ર વિશ્વને એક માર્ગ દેખાડે છે. 
6. અમારી પ્રેરણા છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ. અમે 130 કરોડ ભારતીયોને કેન્દ્રમાં રાખીને પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આ પ્રયાસો જે સપનાઓ માટે થઇ રહ્યા છે તે સમગ્ર વિશ્વનાં છે, દરેક દેશનાં છે દરેક સમાજનાં છે. પ્રયાસ અમારા છે. પરિણામ સમગ્ર સંસાર માટે છે. ભારત જે વિષયો ઉઠાવી રહ્યું, જે નવા વૈશ્વિક મંચોના નિર્માણ માટે ભારત આગળ આવ્યું છે, તેનો આધાર વૈશ્વિક પડકારો છે, વૈશ્વિય વિષય છે અને ગંભીર સમસ્યાઓનું સમાધાન કરવા માટેનો સામુહિક પ્રયાસ છે. 
7. UN peacekeeping missions માં સૌથી મોટુ બલિદાન જો કોઇ દેશે આપ્યું છે તો તે દેશ ભાત છે. અમે તે દેશનાં વાસી છીએ જેણે વિશ્વને યુદ્ધ નહી પરંતુ બુદ્ધ આપ્યા છે. જેમણે શાંતિનો સંદેશ આપ્યો હોય. 
8. અમારા અવાજમાં આતંકવાદની વિરુદ્ધ વિશ્વને સતર્ક કરવાની ગંભીરતા પણ છે અને આક્રોશ પણ છે. અમે માનીએ છીએ કે કોઇ એક દેશ નહી પરંતુ સમગ્ર વિશ્વની અને માનવતાનો સૌથી મોટા પડકારો પૈકી એક છે. 
9.  21મી સદીના આધુનિક ટેક્નોલોજી, સમાજ, અર્થવ્યવસ્થા ,સુરક્ષા કનેક્ટિવિટી અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામુહિક પરિવર્તન લાવી રહ્યા છે. આ પરિસ્થિતીમાં એક વિખરેલું વિશ્વ કોઇના હિતમાં નથી. ના તો આપણા બધા પાસે પોત પોતાની સીમાઓની અંદર સમેટાઇ જવાનો વિકલ્પ છે. 
10. આતંકવાદનાં નામે વહેંચાયેલું વિશ્વા તે સિદ્ધાંતોને નુકસાન પહોંચાડે છે  જેના આદારે યુએનનો જન્મ થયો છે. માટે માનવતા માટે આતંકવાદ વિરુદ્ધ સમગ્ર વિશ્વએ એક થવું જરૂરી છે. 
11. સવાસો વર્ષ પહેલા ભારતના મહાન આધ્યાત્મીક ગુરૂ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં World Parliament of Religions દરમિયાન એક સંદેશ આપ્યો હતો. વિશ્વના સૌથી મોટા લોકશાહીનું આજે પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ જ સંદેશ છે Harmony and Peace.