નવી દિલ્હીઃ 5 રાજ્યોમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોતે યુપીમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે. PM મોદી 7 ફેબ્રુઆરીએ બિજનૌરમાં જનસભાને સંબોધિત કરશે. યુપી ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આજે વડાપ્રધાન હૈદરાબાદમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ તબક્કા માટે પીએમ મોદી તૈયાર
PM બિજનૌરમાં ફિઝિકલ હાઇબ્રિડ રેલી કરશે. આ દરમિયાન તેઓ 3 જિલ્લાઓને આવરી લેશે. જેમાં બિજનૌર, મુરાદાબાદ, અમરોહા જિલ્લાની 18 વિધાનસભાઓને ટાર્ગેટ કરવામાં આવશે. આ દરમિયાન, ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને લગભગ એક લાખ લોકો આ રેલીનો ભાગ બનશે, જ્યારે પીએમ વર્ચ્યુઅલ રીતે 10 લાખ લોકો સાથે જોડાશે.

Parkash Singh Badal ની તબિયત બગડી, ચંદીગઢ પીજીઆઇમાં કર્યા શિફ્ટ


ઉત્તરાખંડમાં વર્ચ્યુઅલ સંવાદ
આ પછી, PM 7 ફેબ્રુઆરીએ બપોરે 2:30 વાગ્યાથી ઉત્તરાખંડના લોકો સાથે વર્ચ્યુઅલ રીતે જોડાશે. આમાં 2 જિલ્લાના લોકો હશે. જે હરિદ્વાર અને દેહરાદૂન છે. આમાં લગભગ 14 વિધાનસભાઓને આવરી લેવામાં આવશે.


7 તબક્કામાં યુપીમાં યોજાશે ચૂંટણી
તમને જણાવી દઈએ કે યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 10 ફેબ્રુઆરીએ અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે. આ તમામનું પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube