PM મોદી આજે સાંજે રાજ્ય સભાની શપથ લેનાર BJP સાંસદો સાથે કરશે મુલાકાત
રાજ્યસભા માટે ચૂંટાયેલા 61 સાંસદોમાંથી 45ને બુધવારે સંસદ ભવનમાં શપથ લીધી. તેમાં ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામેલ છે.
નવી દિલ્હી: રાજ્યસભા માટે ચૂંટાયેલા 61 સાંસદોમાંથી 45ને બુધવારે સંસદ ભવનમાં શપથ લીધી. તેમાં ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામેલ છે. નવા સભ્યોને રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની ચેંબરમાં શપથ અપાવી.
રાજ્યસભાના સભ્ય બનનાર સાંસદોમાં 18 ભાજપના છે. આજે શપથ લેનારાઓમાં ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિંયા, વિવેક ઠાકુર, દીપક પ્રકાશ, સુમેર સિંહ સોલંકી પ્રમુખ રહ્યા. આ તમામ ભાજપના સાંસદ આજે સાંજે 4 વાગે પીએઅ મોદી સાથે તેમના આવાસ પર મુલાકાત કરશે.
પીએમ મોદી નિવાસ પર થશે મુલાકાત
ચા સાથે મુલાકાત દરમિયાન પીએમ સાથે આ સાંસદોનો પરિચય પણ કરાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે મુલાકાત દરમિયાન પીએમ આ તમામ 18 સાંસદોને સંસદીય પરંપરાનું પાલન કરવા અને સદનમાં હાજર રહેવાની સલાહ પણ આવશે. પીએમ ભાજપ સંસદીય દળની બેઠકોમાં હંમેશા પોતાના સાંસદોને સદનમાં રહેવા સંસદીય નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપતા રહ્યા છે.
સાંસદોએ અલગ-અલગ 10 ભાષામાં શપથ લીધી
સાંસદોએ અલગ-અલગ 10 ભાષાઓમાં શપથ લીધી. કોરોનાન કારણે સામાજિક અંતરનું પાલનર કરતાં ચેરમેન હાઉસમાં બધાને શપથ અપાવી. રાજ્યસભાના 61 સભ્યો ચૂંટાયેલા છે. આજે તેમાંથી 45 સભ્યોએ શપથ લીધી છે. આ 45માં ભાજપના 18 સભ્ય છે. આવું પહેલીવાર થયું છે કે સદન ચાલતી ન હોવાછતાં આટલી મોટી સંખ્યામાં સાંસદોને શપથ અપાવવામાં આવી છે.
વેંકૈયા નાયડૂએ આ અવસર પર તમામ નવા સાંસદોને નૈતિકતાને મહત્વ આપવા, સંસદમાં નિત્ય ઉપસ્થિત રહેવા, સંસદીય નિયમોને સારી રીતે સમજ વધારવા અને બે સતત વચ્ચેના સમયમાં સાંસદની મર્યાદા અને ઉચ્ચ આદર્શનું પાલન કરતાં રહેવાની સલાહ આપી. શપથ આપ્યા બાદ આ તમામ સાંસદોને સંસદીય કમિટીઓમાં સ્થાન આપવામાં આવશે.