નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) ના લીધે દુનિયામાં હડકંપ મચી ગયો છે. પીએમ મોદી (PM Modi) આ મહામારીના બચાવ માટે સાર્ક દેશોના પ્રમુખો સાથે રણનીતિ બનાવવાને લઇને ચર્ચા કરશે. આ ચર્ચા 15 માર્ચ 2020ના રોજ  વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી સાંજે 5 વાગે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચર્ચામાં તમામ સાર્ક દેશોના પ્રમુખ ભાગ લેશે જેમાં પાકિસ્તાન પણ છે. સાર્ક દેશોમાં ભારત ઉપરાંત પડોશી દેશ નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીપ, પાકિસ્તાન સામેલ છે. 


વડાપ્રધાનમંત્રી સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફ્રસિંગ કરવાની શરૂઆત સાથે જ નેવરહુડ ફર્સ્ટનો નારો આપ્યો, એટલે કે પડોશી પહેલા. તેનો સીધો અર્થ છે કે જો કોરોના જેવી કોઇ મહામારી વૈશ્વિક રૂપ ધારણ લઇ લીધું છે તો તેનો સામનો કરવા માટે તમામ પડોશી દેશોને એકજુટ થવું જોઇએ અને હવે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર સંભવ થવા જઇ રહ્યા છે. 


વડાપ્રધાનમંત્રીના નિવેદન બાદ 7 દેશોએ એકજુટતા બતાવી હતી. નેપાળ, બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાત્કાલિક બાદ પોતાનું નિવેદન જાહેર કર્યું હતું અને 1 દિવસ  બાદ જ સાર્કના તમામ દેશ આ વાત પર સહમત થઇ ગયા કે કોરોના જેવી મહામારીથી દરેક દેશને બચવું જોઇએ તો તેને લઇને મળીને એક નક્કર રણનિતિ બનાવવી પડશે.  


સ્પષ્ટ છે કે વડાપ્રધાન્મંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલના ઘણા ડિપ્લોમેટિક પાસા પણ છે પરંતુ હાલ આ પ્રયત્ન કોરોના જેવી મહામારીને લઇને કરવામાં આવ્યું છે. 


તમને જણાવી દઇએ કે કોરોના વિરૂદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્કના તમામ દેશો એકસાથે આવીને એક મજબૂત રણનીતિ બનાવવાની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અપીલ 13 માર્ચના રોજ તમામ 7 દેશોને કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube