અરૂણ જેટલીની હાતલ નાજુક, ભુટાનથી પરત ફરેલા પીએમ મોદી રાત્રે 8 વાગે જશે એઈમ્સ
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની હાલત અત્યંત નાજુક છે, શનિવાર અને રવિવાર આખો દિવસ દેશભરના વિવિધ પક્ષના નેતાઓ તેમના ખબર-અંતર પુછવા માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાની ભૂટાનની બે દિવસની યાત્રા પુરી કરીને ભારત પાછા આવી ગયા છે. દિલ્હી એરપોર્ટ પર વિદેશમંત્રી એસ. જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી રવિવારે રાત્રે 8 કલાકે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત વિશે જાણવા એઈમ્સ જઈ શકે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાંજે 7.00 કલાકે એઈમ્સ પહોંચ્યા છે. અરૂણ જેટલીને 9 ઓગસ્ટના રોજ દિલ્હીમાં આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં દાખલ કરાયા હતા, જ્યાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવેલા છે. અરૂણ જેટલીને એક્સ્ટ્રા કોર્પોરેશનલ મેમ્બ્રેન ઓક્સિજનેશનમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ECMOમાં એવા દર્દીને રાખવામાં આવે છે, જેમના ફેફાસ અને હૃદય કામ કરતા નથી.
અરુણ જેટલીના ખબર પુછવા રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રા સહિત અનેક નેતા પહોંચ્યા AIIMS
રવિવારે રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જેટલીના ખબર-અંતર પુછવા પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા જણાવ્યું કે, 'અરૂણ જેટલીજીને જોવા ગયો હતો. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ ઝડપતી સાજા થઈ જાય અને સ્વસ્થ રહે'.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, અશ્વિની ચૌબે, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપના સંગઠન મહામંત્રી વી. સતીશ પણ અરૂણ જેટલીના ખબર-અતર પુછવા માટે AIIMS દોડી આવ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પ્રમુખ મોહન ભાગવ, વર્તમાન નાણામંત્રી નિર્મલા સિતારમણ પણ એઈમ્સ પહોંચ્યા હતા અને ડોક્ટરો સાથે જેટલીના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરી હતી.
જુઓ LIVE TV.....