નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરાખંડના કેદારનાથ જશે. તે સવારે 6.40 વાગે દેહરાદૂનથી કેદારનાથ ધામ માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદી કેદારનાથ સવારે 7.35 વાગે હેલિકોપ્ટર દ્વારા પહોંચશે. સવારે 8 વાગ્યાથી સાંજે 8.30 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી મંદીરમાં પૂજા કરશે. પૂજા કર્યા તેઓ શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કરશે તેમજ શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2013ના પૂરમાં વિનાશ પછી સમાધિનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પુનર્નિર્માણ કાર્ય પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે, જેમણે પરિયોજનાની પ્રગતિની સતત સમીક્ષા અને દેખરેખ કરી છે. પ્રધાનમંત્રી સરસ્વતી આસ્થાપથ પર ચાલી રહેલા અને પૂર્ણ થયેલા કાર્યોની સમીક્ષા અને નિરીક્ષણ કરશે.


પ્રધાનમંત્રી એક જનસભા પણ સંબોધિત કરશે. તેઓ મુખ્ય બુનિયાદી માળખાકીય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે, જેમાં સરસ્વતી રિટેનિંગ વૉલ આસ્થાપથ અને ઘાટ, મંદિકિની રિટેનિંગ વૉલ આસ્થાપથ, તીર્થ પુરોહિત હાઉસ અને મંદાકિની નદી પર ગરૂડ ચટ્ટી પુલ સામેલ છે.

Diwali 2021: ઘરમાં આ જગ્યાએ જરૂરથી પ્રગટાવજો દીવો, લક્ષ્મી દેવીની કૃપા વરસશે અને ધનની થશે રેલમછેલ

પરિયોજનાઓને 130 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પૂરી કરવામાં આવી છે. તે સંગમ ઘાટના પુર્નવિકાસ, પ્રાથમિક ચિકિત્સા અને પ્રવાસન સુવિધા કેન્દ્ર, વહીવટી કાર્યાલય અને હોસ્પિટલ, બે ગેસ્ટહાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, મંદાકિની આસ્થાપથ ક્યૂ મેનેજમેન્ટ, રેઈન શેલ્ટર તથા સરસ્વતી નાગરિક સુવિધા ભવન સહિત 180 કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાઓની આધારશિલા પણ રાખશે.


આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે ભાજપે એક રાષ્ટ્રવાપી કાર્યક્રમની યોજના બનાવી છે અને ચારેય ધામ, બાર જ્યોતિર્લિંગો અને મુખ્ય મંદિરો, કુલ મળીને 87 મંદિરો પર સાધુઓ, ભક્તો અને સામાન જનતાને આમંત્રિત કરવામાં આવશે. આ તમામ મંદિર શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા પોતાની યાત્રા દરમિયાન લેવામાં આવેલા માર્ગ પર આખા દેશમાં સ્થાપિત છે. 

Diwali 2021: દિવાળીના પર્વ સાથે જોડાયેલી છે અનેક પૌરાણિક કથાઓ... ખાસ વાંચો


પ્રધાનમંત્રી મંદિર, પૂજા અર્ચના અને શ્રી આદિ શંકરાચારની સમાધિ અને પ્રતિમાના અનાવરણ બાદ દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીના સંબોધનને 87 મંદિરો પર એલઇડી સ્ક્રીન અને બિગ સ્ક્રીન લગાવીને સીધા પ્રસારિત કરવામાં આવશે, જેથી લોકો પ્રધાનમંત્રીના કાર્યક્રમને સરળતાથી જોઇ શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube