નવી દિલ્હીઃ દિવાળીના પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. વડા પ્રધાન મોદીએ બુધવારે પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે,  'દિવાળી પર્વના તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન. મારી કામના છે કે પ્રકાશનું આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંથિ અને સમૃદ્ધિ લઈને આવે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવાળીના પ્રસંગે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ હિન્દીમાં પીએમ મોદીને ટ્વીટ કરીને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પુછ્યું હતું કે, 'મારા મિત્ર મોદી, આ વખતે તમે ક્યાં દિવાળી ઉજવવાના છો?' 


જેના જવાબમાં વડા પ્રધાન મોદીએ તેમનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે, તેઓ દર વર્ષે સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજવે છે. સાથે જ આજે સાંજે તેમના બોર્ડર પ્રવાસના ફોટો શેર કરવાનું પણ નેતેન્યાહુને જણાવ્યું હતું. 


ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુને જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું હતું કે, 'હું દર વર્ષે મારા દેશના કોઈ એક સરહદીય વિસ્તારની મુલાકાત લઉં છું અને જવાનોને આશ્ચર્યચકિત કરું છું. આ વર્ષે પણ બહાદુર જવાનો સાથે હું દિવાળી મનાવીશ. તેમની સાથે સમય પસાર કરવો ખુબ જ ખાસ હોય છે.'


[[{"fid":"189163","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પીએમ મોદીએ ITBPના જવાનો સાથે ઉજવી દિવાળી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તરાખંડમાં ITBPનાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ પહેલાં તેમણે કેદારનાથમાં દર્શન કર્યા હતા. વડા પ્રધાને ઈન્ડો-તિબેટન બોર્ડર હર્ષિલ ખાતે પહોંચીને જવાનોને ચોંકાવી દીધા હતા. અહીં તેમણે પોતાના હાથે જવાનોને મિઠાઈ ખવડાવી હતી. વડા પ્રધાનને તેમના કેમ્પમાં આવેલા જોઈને જવાનો આનંદવિભોર થઈ ગયા હતા. 


[[{"fid":"189166","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


વડા પ્રધાન છેલ્લે ઓક્ટોબર 2017માં કેદારનાથ ગયા હતા. તેમની યાત્રા શિયાળામાં મંદિરના કપાટ બંધ થવાના થોડા સમય પહેલા થઈ હતી. 


2014માં વડા પ્રધાન મોદીએ સિયાચિનમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. વર્ષ 2015માં પીએમ મોદી પંજાબ બોર્ડર પર ગયા હતા. તેમની આ યાત્રા સંયોગવશાત 1956માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના 50 વર્ષ પૂરા થવા પ્રસંગે થઈ હતી. 


તેના પછીના વર્ષે વડા પ્રધાન હિમાચલ પ્રદેશ ગયા હતા, જ્યાં તેમણે એક ચોકી પર ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના કર્મચારીઓ સાથે સમય પસાર કર્યો હતો. મોદીએ ગયા વર્ષે વડા પ્રધાન તરીકેની પોતાની ચોથી દિવાળી જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે ઉજવી હતી.