નવી દિલ્હી: દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ આજે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે એક બેઠકમાં આ મહામારીની સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકમાં કોરોનાનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા ઉપાયોની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ દિલ્હી સહિત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની સ્થિતિની જાણકારી મેળવી હતી. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી, સ્વાસ્થ્ય સચિવ, આઇસીએમઆરના ડીજી પણ સામેલ થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શું કોરોનાનો સામનો કરવા મદદરૂપ છે આ દવાઓ? જાણો શું છે વાયરલ પ્રિસ્ક્રિપ્શનનું સત્ય


નીતિ આયોગના સભ્યો અને એમપાવર્ડ ગ્રુપ ઓફ મેડિકલ ઇમરજેન્સી મેનેજમેન્ટ પ્લાનના સંયોજક ડો. વિનોદ પોલે બેઠકમાં દેશમાં કોરોનાની હાલની સ્થિતિ અને તેને કાબુ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલા વિશે વિસ્તૃત પ્રસ્તુતિ આપી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, દેશમાં કોરોનાના કુલ કેસમાંથી બે તૃતીયાંશ પાંચ રાજ્યોમાં છે. મોટા શહેરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી બેઠકમાં આ વાત પર ચર્ચા થઈ કે ટેસ્ટિંગ અને બેડ્સની સંખ્યા વધારવામાં આવે. આ સાથે જ સ્વાસ્થ્ય સેવાઓ પણ ગોઠવવી જોઈએ જેથી દૈનિક વધતા જતા કેસો પર અસરકારક ધોરણે કાર્યવાહી કરી શકાય.


આ પણ વાંચો:- મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં દરાર! કોંગ્રેસ નેતા કરશે CM ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત


બેડ્સ અને આઇસોલેશન વોર્ડ વધારવા પર ભાર
પ્રધાનમંત્રીએ એમપાવર્ડ ગ્રુપના સૂચનો અનુસાર શહેરો અને જિલ્લામાં જરૂરીયાત અનુસાર હોસ્પિટલોમાં બેડ્સ અને આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવાના નિર્દેશ કર્યા. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે પરામર્શમાં કર્યા બાદ કટોકટીની યોજના બનાવવાનું કહ્યું.


આ પણ વાંચો:- અમેરિકાના વાયરસ એક્સપર્ટે આપી અમેરિકનોને ચેતવણી, કહ્યું- આ કાર્ય તમારા માટે ખતરનાક છે


મુખ્યમંત્રીઓ સાથે વાત
દેશમાં કોરોનાના કેસ 3 લાખને પાર કરી ગયા છે. આ મુદ્દા પર મોદી 16 અને 17 જૂનના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રેદેશોના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો સાથે વાત કરશે. પ્રધાનમંત્રી 16 જૂનના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો સાથે વાત કરશે. જેમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગ,, ત્રિપુરા, હિમાચલ, ચંદીગ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પુડુચેરી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, દાદર નગર હવેલી અને દમણ દીવ, સિક્કિમ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. 17 જૂને તેઓ 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો સાથે વાત કરશે. તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, તેલંગાણા અને ઓડિશાનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube