નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કાશ્મીર પર આશરે 14 નેતાઓની સાથે પ્રધાનમંત્રીની બેઠક ત્રણ કલાક ચાલી હતી. આ બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીનું અંતર અને દિલનું અંતર દૂર થશેઃ પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે વચનબદ્દ છે. દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ થશે. પરિસીમનની પ્રક્રિયા બાદ ચૂંટણી થશે. 


કોંગ્રેસે સરકારની સામે રાખી પાંચ માંગઃ ગુલામ નબી આઝાદ
પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમે ચર્ચા દરમિયાન અમે જણાવ્યું કે, જે રીતે રાજ્યના ભાગ પડ્યા તે થવાની જરૂર નહતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર આમ કરવામાં આવ્યું. પરંતુ બધી વાત કહ્યા બાદ અમે પાંચ મોટી માંગો સરકારની સામે રાખી છે. અમે માંગ કરી કે રાજ્યનો દરજ્જો જલદી આપવો જોઈએ. અમે માંગ કરી કે કાશ્મીરી પંડિતોને પરત લાવવામાં આવે અને તેના પુર્નવાસમાં મદદ કરે. રાજનીતિ સાથે જોડાયેલા જે લોકો (પોલિટિક પ્રિઝનર્સ) બંધ છે તેને છોડવાની માંગ કરી છે. અમે સરકારને કહ્યું કે, આ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો અનુકૂળ સમય છે. વિધાનસભા ચૂંટણી તત્કાલ યોજનાની માંગ પણ કરી છે. 


બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં વાતચીત થી છે. બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે. પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube