નવી દિલ્હી: મોદી કેબિનેટને આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી ગઇ છે. તેની જાહેરાત સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી ટ્રસ્ટના સભ્યોના નામની જાહેરાત કરી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે 'મને આજે સદનને, દેશને જણાવતાં ખુશી થઇ રહી છે કે આજે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રામ મંદિર માટે અમે એક વૃહદ યોજના તૈયાર કરી છે. સરકારે શ્રી રામજન્મ ભૂમિ ટ્રસ્ટ રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બનાવવા માટે ઉત્તરદાયી હશે. તેને 5 એકર જમીન સુન્ની વકફ બોર્ડ આપવા માટે અનુરોધ કર્યો હતો, જેને ઉત્તર પ્રદેશ સરકારે સ્વિકારી લીધું છે. 

પીએમ મોદીએ લોકસભામાં કહ્યું 9 નવેમ્બર બાદ ભારતના તમામ નાગરિકોએ દેશની લોકતાંત્રિક સિસ્ટમમાં પોતાની ધારણા સાબિત કરી દીધી હતી. હું ભારતના લોકો દ્વારા બતાવવામાં આવેલા ચરિત્રની પ્રશંસા કરું છું ભારતમાં વસવાટ કરતા તમામ સમુદાય એક મોતા પરિવારનો સભ્ય છે. આપણી સંસ્કૃતિ પરંપરાઓ, અપણે વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવન્યુ સુખિન: ને દર્શાવે છે અને આ ભાવના સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. 

9 નવેમ્બર 2019ના રોજ કરતારપુર સાહિબ કોરિડોરના ઉદઘાટન માટે પંજાબમાં હતો. તે એક અદભૂત અનુભવ હતો. આ દરમિયાન મને રામ જન્મભૂમિના મામલે ઐતિહાસિક નિર્ણય વિશે ખબર પડી હતી. તે પહેલાં તેમણે કહ્યું કે કરોડો દેશવાસીઓની માફક મારા હદયની નજીક આ વિષય પર વાત કરવી હું મારું સૌભાગ્ય સમજું છું. આ વિષય શ્રીરામ જન્મ ભૂમિ સાથે સંકળાયેલો છે. આ વિષય છે અયોધ્યામાં ભવ્ય મંદિર સાથે જોડાયેલો છે. 

સરકારે રામ મંદિર બનાવવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે. તેમણે કહ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનુસાર કેબિનેટની બેઠકમાં આ દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે સરકારે યોજના તૈયાર કરી લીધી છે. રામ મંદિર ટ્રસ્ટનું નામ 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે 'મને આજે સદનને, દેશને જણાવતાં ખુશી થઇ રહી છે કે આજે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રામ મંદિર માટે અમે એક વૃહદ યોજના તૈયાર કરી છે. સરકારે શ્રી રામજન્મ ભૂમિ ટ્રસ્ટ રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બનાવવા માટે ઉત્તરદાયી હશે. તેને 5 એકર જમીન સુન્ની વકફ બોર્ડ આપવા માટે અનુરોધ કર્યો હતો, જેને ઉત્તર પ્રદેશ સરકારે સ્વિકારી લીધું છે. 

સુપ્રીમ કોર્ટના ચૂકાદાના 87 દિવસ બાદ તેની રૂપરેખા તૈયાર થઇ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલ દાસને મોટી જવાબદારી મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube