• અફઘાનિસ્તાનની તેજીથી બદલાઈ રહેલી પરિસ્થિતિને જોતા પીએમ મોદીનો આ અમેરિકા પ્રવાસ બહુ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે

  • અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે ચીન મુદ્દે પણ વાટાઘાટ થઈ શકે છે 


ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સપ્ટેમ્બરના અંત સુધીમાં અમેરિકા (US) ના પ્રવાસ પર જઈ શકે છે. જોકે, તેમના આ પ્રવાસને લઈને અત્યાર સુધી કોઈ પુષ્ટિ કરાઈ નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રો દ્વારા જણાવ્યું કે, આ મુલાકાતને લઈને તૈયારીઓ ચાલુ છે. પીએમ મોદીના આ વિદેશ પ્રવાસને લઈને શિડ્યુલ તૈયાર કરવાનું હજી બાકી છે. શરૂઆતની યોજનામાં માનવામાં આવી રહ્યુ છે કે, પ્રધાનમંત્રી મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈડન સાથે થશે મુલાકાત
આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) ના પદભાર સંભાળ્યા બાદ પીએમ મોદીનો આ પહેલો અમેરિકન પ્રવાસ હશે. હાલ પીએમ મોદીના આ વિદેશ પ્રવાસને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જો બધુ બરાબર ચાલ્યુ તો તેઓ 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા (US Trip) ના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે પહેલી મુલાકાત થશે.


આ એજન્ડા પર થશે ચર્ચા
અફઘાનિસ્તાન (Afghanistan) ની તેજીથી બદલાઈ રહેલી પરિસ્થિતિને જોતા પીએમ મોદીનો આ અમેરિકા પ્રવાસ બહુ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડનની મુલાકાત ઉપરાંત પીએમ મોદી અમેરિકાના કેટલાક અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. એક શક્યતા એવી પણ છે કે, પીએમ મોદી ચીન મુદ્દે પણ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી શકે છે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ચીન મુદ્દે વાતચીત થઈ શકે છે. તો બંને દેશ હિન્દ-પ્રશાંત પર મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરવાના પ્રયાસ કરીશું. માનવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદીની આ મુલાકાત વિશેષ બની રહેશે.