નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના 2 દિવસના પ્રવાસ માટે શુક્રવારે સવારે રવાના થયા છે. સત્તા સંભાળ્યા બાદ ઓલી ગત ફેબ્રુઆરીમાં ભારત આવ્યા હતા એ બાદ હવે ભારતીય વડાપ્રધાન મોદી નેપાળના પ્રવાસ પર છે. નેપાળના પ્રવાસે જતા પૂર્વે પીએમ મોદીએ ગુરૂવારે કહ્યું હતું કે, ભારત નેપાળ સાથેના મૈત્રી સંબંધોને પ્રથમ પ્રાથમિકતા આપે છે. વડાપ્રધાન કે.પી.ઓલીના નિમંત્રણ પર નેપાળ જતા હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ એમનો આ નેપાળનો ત્રીજો પ્રવાસ છે. જે નેપાળ સાથેની ગાઢ મૈત્રી દર્શાવે છે અને એકબીજાની નિકટતા સૂચવે છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે, આ ઉચ્ચ સ્તરીય અને નિરંતર મુલાકાતો મારી સરકારની પડોશી પહેલા નીતિ દર્શાવે છે. જે સૌનો સાથ સૌનો વિકાસ ઉદ્દેશ બતાવે છે. તેમણે કહ્યું કે, બંને દેશોએ એકબીજા સાથે રહીને કેટલીય યોજનાઓને સાકાર કરી છે અને હજુ આવનાર સમયમાં હજુ ઘણી ઉંચાઇએ પહોંચવાની પ્રતિબધ્ધતા બતાવી જાય છે.


 



મોદીએ કહ્યું કે, ગત મહિને નવી દિલ્હીમાં પારસ્પરિક હિતોના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ કર્યા બાદ એમણે અને ઓલીએ વિવિધ ક્ષેત્રે સહકારી ભાગીદારીને આગળ વધારવાની તક મળશે. ભારતીય વડાપ્રધાને કહ્યું કે, તે કાઠમંડુ ઉપરાંત જનકપુર અને મુક્તિનાથની મુલાકાત પણ કરશે. આ જગ્યાઓ પર દર વર્ષે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. અહીં તેઓ રામાયણ સર્કિટનું પણ ઉદઘાટન કરવાના છે.