નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભારતીય ટેક્નોલોજીકલ સંસ્થા, IIT ખડગપુરનાં 66માં દીક્ષાંત સમારોહ દરમિયાન સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આઇઆઇટી ખડગપુરમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇંસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું પણ ઉદ્ધાટન કર્યું. કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિઇશંકા અને કેન્દ્રીય શિક્ષા રાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ Mohan Delkar ની આત્મહત્યાનો મામલો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી બાબત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજનો દિવસ આઇઆઇટી ખડગપુરનાં માત્ર તે વિદ્યાર્થીઓ માટે મહત્વનું નથી. જેમને ડિગ્રી મળી રહી છે. આજનો દિવસ નવા ભારતના નિર્માણ માટે પણ એટલો જ મહત્વનો છે, તેમણે આગળ કહ્યું કે, હાલની સ્થિતી પર નજર રાખતા તમને ભવિષ્યનું અનુમાન પણ લગાવવું જોઇએ. વિદ્યાર્થીઓને તે જરૂરિયાતો પર કામ કરવું જોઇએ જે 10 વર્ષ બાદ પેદા થઇ શકે છે. ભવિષ્ય માટે નવાચાર કરી રહી છે. 


કોરોનિલના સર્ટિફિકેટ અંગે વિવાદ, મેડિકલ એસોસિએશનના સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધન પાસે જવાબ માંગ્યો


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એન્જિનીયર હોવાના કારણે એક ક્ષમતા તમારામાં વિકસિત થાય છે અને તે વસ્તુઓની પેટર્ન થી પેટેંટ લેવાની ક્ષમતા. એટલે કે એક પ્રકારે તમારી અંદર વિષયોને વધારે વિસ્તારથી જોવાની દ્રષ્ટી હોય છે. સમસ્યાઓની પેટર્નને સમજવા માટે આપણે લાંબા સમયના સમાધાન તરફ લઇ જાય છે. આ સમજ જ આગળ જતા નવા સંશોધનો અને સફળતાનું કેન્દ્ર બની જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube