રૂદ્રપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચાર માટે ઉત્તરાખંડ પહોંચ્યા. પીએમ મોદીએ રૂદ્રપુરમાં એક જનસભાને સંબોધન કરતા કહ્યું કે ઉત્તરાખંડમાં ડબલ એન્જિનની સરકાર પર મહોર લાગી ચૂકી છે. તમને બધાને જોઈને લાગી રહ્યું છે કે તમે મને સાંભળવા નહીં પરંતુ પુષ્કર સિંહ ધામીના શપથગ્રહણ સમારોહનું નિમંત્રણ આપવા માટે આવ્યા છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે પુષ્કર સિંહ ધામીના કામે એવા લોકોના મોઢા બંધ કરી  દીધા છે જે કહેતા હતા કે દૂર આંતરિયાળ વિસ્તારોમાં રસી પહોંચી શકતી નથી. આ એ જ લોકો છે જેમણે રસીકરણ અભિયાન દરમિયાન ભારતની રસીને સતત બરબાદ કરી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અફવાઓ ફેલાવનારાઓ નહતા ઈચ્છતા કે રસીનું કવચ મેળવ્યા બાદ રોજગાર અને ઉદ્યોગ-ધંધા ફરીથી નીકળી પડે. તેઓ વિચારતા હતા કે બધુ પાટા પર આવી જશે તો આ મોદીને ગાળો કેવી રીતે આપશું? ભારતને બદનામ કેવી રીતે કરીશું? પરંતુ આ લોકો ઉત્તરાખંડના સામર્થ્યને ભૂલી જાય છે. 


અસમના CM નો રાહુલ ગાંધીને સવાલ- 'શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો', કોંગ્રેસ ભડકી


તેમણે કહ્યું કે કોરોનાના આ કાળમાં ડબલ એન્જિનની સરકારે ઉત્તરાખંડના વિકાસને પણ ગતિ આપી અને ગરીબોને પણ ચિંતા કરી છે. આટલું મોટું સંકટ આવ્યું પરંતુ અહીંના મેદાન વિસ્તારોથી લઈને પહાડોમાં વસેલા લોકો સુધી કોઈ ગરીબને ભૂખ્યા સૂવા દીધા નથી. 


Hijab Controversy: પોસ્ટર ગર્લ મુસ્કાનના ઘરે કેમ થઈ રહ્યું છે મોદી-મોદી? કાકાએ કરી આ મહત્વની વાત


પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકાર હોત તો શું આ મફત રાશન તમારા સુધી પહોંચાડત? બહેનોને જે મફત સિલિન્ડર મળ્યા તે શું પહેલાની સરકારમાં તમારા સુધી પહોંચત ખરા? બહેનોના ખાતામાં જે પૈસા મોકલ્યા, પહેલાની સરકાર હોત તો શું તે તમારા સુધી પહોંચત?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube