નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હેઠળ મળેલા સ્પેશ્યલ સ્ટેટસનો દરજ્જો ખતમ કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નામે સંબોધમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અંગે ખુલીને ચર્ચા કરી. તેમણે કહ્યું કે, જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું અટલજી અને કરોડો દેશભક્તોનું હતું હવે તે પુર્ણ થઇ ચુક્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીર અંગે PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો, જે તમારે જાણવી જરૂરી છે
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં મળનારા સંસાધનો અંગે પણ જણાવ્યું. તેમણે કાશ્મીરનાં યુવાનોને આહ્વાહિત કરતા કહ્યું કે, કાશ્મીર અને દેશનાં વિકાસમાં પોતાનું યોગદાન આપે. વડાપ્રધાન મોદીએ લદ્દાખનાં એક છોડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ છોડ એક પ્રકારે સંજીવની છે. આ ચોડનું નામ રોડિઓલા છે. લદ્દાખમાં સ્થાનીક લોકો તેને સોલો નામથી ઓળખે છે. આ છોડ એક પ્રકારે એવી બુટી છે જે ઠંડા અને ઉંચા વાતાવરણમાં મળી આવે છે.


જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કલમ 370 નાબુદી બાદ જમ્મુ કાશ્મીરની જનતા અલગતાવાદને પરાસ્ત કરી વિકાસની સીડી ચડશે
આ છોડવા અંગે વૈજ્ઞાનિક દાવો કરી ચુક્યા છે કે આ એક એવી ઔષધી તરીકે કામ કરે છે જે રોગ પ્રતિકારક શક્તિને નિયમિત કરે છે અને શરીરને પર્વતીય પરિસ્થિતી અનુરૂપ ઢળવામાં મદદ કરે છે. આ છોડ રેડિયો એક્ટિવીટીથી પણ બચાવે છે. સ્થાનીક લોકો આ છોડના પાનનો ઉપયોગ ભોજનમાં લે છે. વૈજ્ઞાનિકો આ અંગે દાવો કરી ચુક્યા છે કે આ એક એવી ઔષધી તરીકે કામ કરે છે જે રોગ પ્રતિરોધી તંત્રને નિયમિત કરે છે અને શરીરનાં પર્વતીય પરિસ્થિતી અનુરૂપ ઢળવામાં મદદ કરે છે. આ ઔષધી સિયાચીન જેવી આકરી પરિસ્થિતીમાં તણાવ સૈનિકો માટે ખુબ જ ઉપયોગી છે. 


ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાએ પાકિસ્તાન છોડ્યું, ભારત પરત ફરશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આહ્વાન કરુ છું કે લદ્દાખ અને જ્મ્મુ કાશ્મીરમાં મળતી આવી આવી વસ્તુ દેશનાં અન્ય ભાગોમાં પહોંચાડે જેનાથકી આનો લાભ બધાને મળી શકે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના ભવિષ્ય અંગે બોલતા કહ્યું કે, આપણે બધા જ ઇચ્છી છીએ કે આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાય. નવી સરાકર બને અને મુખ્યમંત્રી પણ બને. જમ્મુ કાશ્મીરનાં લોકોને વિશ્વાસમાં લેવા માંગુ છું કે ખુબ જ ઇમાનદારી સાથે, પોતાનાં પ્રતિનિધિ પસંદ કરવાનો અવસર મળશે.