PM Modi Address in Rajya Sabha: બજેટ સત્રમાં અત્યાર સુધી સંસદમાં મોટાભાગે હંગામો જ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જે ચર્ચા ચાલુ છે તે ચર્ચામાં સામેલ થઈને હું આદરણીય રાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરું છું. તેમનું અભિનંદન કરું છું. રાષ્ટ્રપતિજીએ બંને સદનને સંબોધિત કરતા વિક્સિત ભારતનો રોડમેપ રજૂ કર્યો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઈ ભાઈના નારા પણ લગાવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી નારેબાજી પર પીએમ મોદીએ પણ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાજનક છે. તેમણે  કહ્યું કે કિચડ તેમની પાસે હતો, મારી પાસે ગુલાલ, જેમની પાસે જે હતું તેમણે તે ઉછાળ્યું. પીએમ મોદીએ કહ્યું કે જેટલું કિચડ ઉછાળશો એટલું જ કમળ ખીલશે. અમારી સફળતામાં તમારું યોગદાન ભૂલી શકાય નહીં. 


રાજ્યસભામાં પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે તેમની પાસે એક સમયે પંચાયતથી લઈને સંસદ સુધી તાકાત હતી, પરંતુ દેશ માટે કામ કર્યું નહીં. આજે અમારી સરકારની ઓળખ બની છે તો તેનું કારણ અમારો પુરુષાર્થ છે. અમે દરેક સમસ્યાનું સ્થાયી સમાધાન તરફ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ સમસ્યાને સ્પર્શીને ભાગનારા લોકો અમે નથી. 


વધુ એક મોટી આફતના એંધાણ, ભારતમાં લાખો લોકોનું જીવન જોખમમાં


આ 4 વસ્તુ કિન્નરોને ભૂલેચૂકે દાનમાં ન આપતા...નહીં તો જીવન તબાહ થઈ જશે! 


સર્વેના આંકડાએ ભાજપને ચોંકાવ્યું, 2024માં જાણો કોની બની શકે છે સરકાર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે 60 વર્ષના કોંગ્રેસના પરિવારે ખાડા જ ખાડા કરી નાખ્યા હતા. બની શકે કે તેમનો ઈરાદો ન હોય પરંતુ તેમણે કર્યા. જ્યારે તેઓ ખાડા ખોદી રહ્યા હતા, 6 દાયકા બરબાદ કરી ચૂક્યા હતા. ત્યારે દુનિયાના નાના નાના દેશ પણ સફળતાના શિખરો સ્પર્શી રહ્યા હતા. વીતેલા દાયકાઓમાં અનેક બુદ્ધિજીવીઓએ આ સદનથી દેશને દિશા આપી છે, દેશનું માર્ગદર્શન કર્યું છે. આ દેશમાં જે પણ વાત થાય છે તે દેશ ખુબ ગંભીરતાથી સાંભળે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોનો વ્યવહાર અને વાણી ફક્ત સદન નહીં, પરંતુ દેશને પણ નિરાશ કરનારો છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફક્ત પ્રતિકવાદમાં સામેલ રહે છે, દેશની સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે તેમણે ક્યારેય પ્રયત્ન કર્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube