બેંગ્લુરૂ : વડાપ્રધાન મોદી ભારતીય જનતા પાર્ટી (BJP)ની 90 દિવસીય યાત્રાની સમાપ્તિ અંગે રવિવારે બેંગ્લોર ખાતે આયોજીત એક સમાપન રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારી હેઠળ જ ભાજપે રાજ્યમાં નવ કર્ણાટક નિર્માણ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન મોદી બેંગ્લુરુનાં પેલેસ ગ્રાઉન્ડમાં ભાજપની રેલીને સંબોધિત કરી રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને રેલીને સંબોધિત કરતા કહ્યું કે, દેશની હવા બદલાઇ રહી છે તેમ કર્ણાટકની હવા પણ બદલાઇ છે. કોંગ્રેસ અહીં EXIT ગેટ પર ઉભી છે. આ વખતે અમે કોંગ્રેસને અહીંથી બહાર કાઢીને જ રહીશું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકમાં લોકોને કોંગ્રેસ કલ્ચર હવે પસંદ નથી. હવે આ પાર્ટીનો સમય પુરો થઇ ચુક્યો છે. અમે કોંગ્રેસ મુક્ત દેશની તરફ આગળ વધી રહ્યા છીએ. ભાજપની સરકાર કર્ણાટકમાં વિકાસની ગતિ ઝડપી બનાવશે.


વડાપ્રધાને કહ્યું કે, કર્ણાટકમાં જનધન યોજના અંતર્ગત 1.16 કરોડ લોકોએ બેંક ખોલાવ્યા છે. આ રાજ્યમાં એવા 1 કરોડ લોકોને વીમા કવચ યોજનાનો લાભ મળ્યો છે.જો એક દિવસ બેંગ્લોરમાં વિજળી ના આવે તો કેવો હાહાકાર મચી જાય, પરંતુ કર્ણાટકમાં એવા 7 લાખ અને દેશમાં એવા 4 કરોડ ઘર છે, જે આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ અંધારામાં છે. આ ધરોમાં વિજળી કનેક્શન મળવાનાં કારણે તેમનાં માત્ર ઘર જ નહી પરંતુ જીવન પણ રોશન થશે. સૌભાગ્ય યોજનામાં અમે 7 લાખ ગામમાં વિજળી પહોંચાડીને લોકોનાં જીવનને રોશન કરવાનો પ્રયાસ કર્યો છે.


વડાપ્રધાને કહ્યું કે, સરકારે આ વર્ષે સમગ્ર દેશમાં 9 હજાર KMS કરતા વધારે નેશનલ હાઇવે બનાવવાનું લક્ષ્યાંક મુક્યું છે. ભારતમાલા યોજના હેઠળ 5.35 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચે સડકોનું નિર્માણ કરવામાં આવશે. સરકાર દેશમાં 600મોટા રેલ્વે સ્ટેશનોનું આધુનિકર પણ કરવા જઇ રહી છે.