દેશની Renewable Energy ક્ષમતા વિશ્વમાં ચોથા ક્રમે, વૈશ્વિક જળવાયુ સંમેલનમાં બોલ્યા PM મોદી
પેરિસ જળવાયુ સમિટ (Paris Climate Summit)ની 5મી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વીડિયો કોન્ફ્રરસિંગ દ્વારા દુનિયાને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો.
નવી દિલ્હી: પેરિસ જળવાયુ સમિટ (Paris Climate Summit)ની 5મી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વીડિયો કોન્ફ્રરસિંગ દ્વારા દુનિયાને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. વીડિયો કોન્ફ્રરસિંગ અદ્વારા વૈશ્વિક જળવાયુ શિખર સંમેલન (Global Climate Summit ) ને સંબોધિત કરતાં પીએમએ કહ્યું કે જળવાયું સુધારના લક્ષ્યમાં ભારત આખી દુનિયાનો પુરો સહયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ મહિનાની અંદર બીજી બાર ધરતીને બચાવવાની ચળવળને લઇને ભવિષ્યમાં વૈશ્વિક નેતૃત્વ કરવાનો સંદેશ આપ્યો છે.
પેરિસ કરારના લક્ષ્યને આગળ ચલાવી રહ્યું છે ભારત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 'ભારત ના ફક્ત પેરિસ એગ્રીમેન્ટ (Paris Aggrement)ના લક્ષ્યને પ્રાપ્ત કરીને ટ્રેક પર છે પરંતુ આશાઓથી આગળ વધીને તેના પર કામ કરી રહ્યા છે. આપણે 2005ના મુકાબલે વધુ ઉત્સર્જન તીવ્રતા 21 ટકા ઓછી કરી છે.
ભારતની નવીકરણીય ઉર્જા ક્ષમતા દુનિયામાં ચોથા ક્રમે
પીએમએ કહ્યું કે 'આપણી સૌર ઉર્જા ક્ષમતા 2014માં 2.63 ગીગા વોલ્ટથી વધીને હવે 2020માં 36 ગીગા વોટ થઇ ગઇ છે. આપણી નવીકરણીય ઉર્જા ક્ષમતા વિશ્વમાં ચોથા નંબર પર છે. આ 2022થી પહેલાં 175 ગીગા વોટ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે જી-20 આયોજન દરમિયાન પણ પર્યાવરણ બચાવવાને લઇને ચલાવવામાં આવી રહેલી વૈશ્વિક ચળવળને લઇને ચર્ચા થઇ હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. ભારતના લક્ષ્ય 2020 સુધી 26 લાખ હેક્ટર વેરાન ભૂમિને ઉપયોગ લાયક બનાવવાનો છે. અમે એલઇડી લાઇટ્સને મોટી વસ્તી સુધી પહોંચાડી અને એકલા આ નિર્ણથી અમે 38 મિલિયન ટન કાર્બન ડાઇઓક્સાઇડનું ઉત્સર્જન રોકી લીધું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube