ફાઝિલ્કા: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીના રોજ થનારા મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઝિલ્કામાં ચૂંટણી રેલી સંબોધી. આ દરમિયાન પીએમ મોદીએ સત્તાધારી કોંગ્રેસ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની પર નિશાન સાધ્યું. પ્રધાનમંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ચન્નીના યુપી-બિહારના ભૈયા વાળા નિવેદન પર પલટવાર
પીએમ મોદીએ પંજાબના સીએમ ચન્નીના યુપી-બિહારના ભૈયાવાળા નિવેદન પર પલટવાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશાથી એક ક્ષેત્રના લોકોને બીજા સાથે લડાવતી આવી છે. અહીં કોંગ્રેસના મુખ્યમંત્રીએ જે નિવેદન આપ્યું, જેના પર દિલ્હીનો પરિવાર તેમની સાથે ઊભા રહીને તાળીઓ પાડી રહ્યો હતો તે આખા દેશે જોયું. પોતાના આ નિવેદનોથી  આ લોકો કોનું અપમાન કરી રહ્યા છે. અહીં એવું કોઈ ગામ નહીં હોય, જ્યાં આપણા ઉત્તર પ્રદેશ કે બિહારના ભાઈ બહેન મહેનત ન કરતા હોય. 


પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે ગઈ કાલે જ આપણે સંત રવિદાસજીની જયંતી ઉજવી છે. તેઓ ક્યાં પેદા થયા? ઉત્તર પ્રદેશમાં, બનારસમાં. શું તમે સંત રવિદાજીને પણ પંજાબથી કાઢી મૂકશો? ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મ ક્યાં થયો હતો? પટણા સાહિબ બિહારમાં. શું તમે ગુરુ ગોવિંદ સિંહજીને પણ પંજાબમાંથી કાઢી મૂકશો?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube