કોલકાતા : લોકસભા ચૂંટણી 2019માં ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. એટલા માટે વડાપ્રધાન મોદી સતત પશ્ચિમ બંગાળની મુલાકાતો કરી રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળનાં શ્રીરામપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ અહીં દીદી (મમતા બેનર્જી) પર શાબ્દિક નિશાન સાધ્યું હતું. એટલે સુધી કે તેમને ચેતવણી આપી છે કે તેમણે વિશ્વાસઘાત કર્યો છે એટલા માટે 23 મે બાદ તેમનું બચવું મુશ્કેલ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં દાવો કરવામાં આવ્યો છે કે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. એટલા માટે ચૂંટણીનાં પરિણામો 23 મે બાદ તેમનું બચી શકવું મુશ્કેલ થશે. 


VIDEO: BJPના બે સાધ્વી નેતાઓનું ભાવુક મિલન, ઉમા ભારતીને ભેટીને રડવા લાગ્યા સાધ્વી પ્રજ્ઞા

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેમણે જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. તેમણે જે ચીટફંડ ગોટાળો કર્યો છે. હવે તે લોકોને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેનો હિસાબ જરૂર કરવામાં આવશે. કારણ કે જનતા ભુલ માફ કરી શકે પરંતુ વિશ્વાસઘાત ક્યારે પણ માફ નથી કરી શકતા. 


મોદી તો જીતી ગયા હવે મત ન આપતા...એવી તેઓ અફવા ફેલાવી રહ્યાં છે: પીએમ મોદી 

પશ્ચિમ બંગાળમાં જે જનતાની અંદર ગુસ્સો છે તે માત્ર વિશ્વાસઘાતનો છે. પશ્ચિમ બંગાળમાં દીદીના પગતળેથી જમીન ખસી ચુકી છે. પશ્ચિમ બંગાળના વામપંથમા ફસાયું હતું હવે દમન પંથમાં ફસાઇ ચુક્યું છે. જો કે હવે બંગાળને વિકાસ પથ સાથે લઇ જવું જરૂરી છે. આ વિકાસ પથ હવે ભાજપ પશ્ચિમ બંગાળમાં લઇને આવશે. કેરળ સરકાર ભાવ અને ભાવવિહિન વિચારધારા ધરાવે છે.