નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. સવારે તેમણે લેહ પહોંચીને એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ તેમણે જમ્મુના વિજયનગરમાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું. અહીં તેઓએ જનસભાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આ પ્રદેશ માટે વિકાસના કામ કરી રહી છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે 10 વર્ષ પહેલા 2008માં ચૂંટણી જીતવા માટે ખેડૂતોના કરજમાફીની જાહેરાત કરી હતી. દેશના ખેડૂતો પર તે વખતે 6 લાખ કરોડ રૂપિયાનું કરજ હતું, માફ કરાયું હતું 52 હજાર કરોડ રૂપિયાના દેવા. તેમાંથી પણ 30-35 લાખ એવા લોકોના કરજ માફ થયા જે તેના હકદાર હતા જ નહીં. તેમણે કોંગ્રેસને ઘેરતા સવાલ કર્યો કે 'એવો તે કયો પંજો હતો જે ખજાનો ખાલી કરી ગયો.  તેમના ચૂંટણી બલૂનની હવા નીકળી ગઈ છે.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રની સરકાર મારા કાશ્મીરી પંડિત, કાશ્મીરી વિસ્થાપિત ભાઈઓ અને બહેનોના અધિકારો, તેમના સન્માન અને તેમના ગૌરવને સમર્પિત છે. પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમારી સરકાર નાગરિકતા કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લાવી છે. આ તે સંકલ્પનો ભાગ છે જેના દ્વારા આપણે તે તમામ લોકોને પડખે ઊભા રહીશું જેઓ ક્યારેક ભારતનો ભાગ હતાં અને 1947માં બનેલી પરિસ્થિતિઓના પગલે આપણાથી અલગ થઈ ગયાં. 


લેહ એરપોર્ટના નવા ટર્મિનલનો PMએ કર્યો શિલાન્યાસ, કહ્યું- 'તમારા આશીર્વાદ મળશે તો લોકાર્પણ હું જ કરીશ'


તેમણે કહ્યું કે માતા વૈષ્ણોદેવીની છત્રછાયામાં જમ્મુમાં ફરીથી એકવાર આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષથી 500 એમબીબીએસ બેઠકો હતી.  જે ભાજપની સરકારના પ્રયત્નોથી હવે બમણી થવાની છે. દૂર દૂરના વિસ્તારોને જોડવા અહીં રોડ નેટવર્કને સુધારવા માટે ભાજપ સરકારે વડાપ્રધાન વિકાસ પેકેજમાં 40હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...