જીવન કેવું હોય, કેમ હોય અને કોનું હોય, તે અટલજીએ જીવી દેખાડ્યું: PM મોદી
દિલ્હીના ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ શોકસભાનું આયોજન
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન અંગે રાજધાની દિલ્હીના ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું. શોકસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જીન કેટલું લાંબુ હોય, તે આપણા હાથમાં નથી, પરંતુ જીવન કેવું હોય તે જરૂર આપણા હાથમાં છે. અટલજીએ તે જીવીને દેખાડ્યું છે કે જીવન કેવું હોય, કેમ હોય અને કોના માટે હોય.
અટલજીને શ્રદ્ધાંજલી આપવા માટે આયોજીત શોકસભામાં તમામ દળો અને સામાજીક સામાજીક સંગઠનોનાં લોકો ભેગા થયા હતા. જીવન સાચા અર્થમાં તેઓ જ જીવી શકે છે જે દરેક પળને જીવવાનું જાણે છે. કિશોર અવસ્થાથી માંડીને જ્યાં સુધી જીવે તેમનો સાથ આપ્યો તેઓ માત્ર અને માત્ર સામાન્ય માણસ માટે જ જીવ્યા છે.તેમણે કહ્યું કે, 11 મેના રોજ પોખરણ દ્વિતીય તમામ વિશ્વ માટે ભારતનું અણુ પરિક્ષણ ચોંકાવનારૂ હતું. તેની તૈયારી ઘણા સમય પહેલા જ કરી દેવામાં આવી હતી, જો કે પરિક્ષણ થઇ શકે તેમ નહોતું, જો કે તે અટલજી અને તેમના દ્રઢ સંકલ્પે કરી દેખાડ્યું.
આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અટલજીને પોતાના શ્રદ્ધાસુમન અર્પિત કરતા કહ્યું કે, મે જ્યારે મારી આત્મકથા લખી હતી, તો તેમાં અટલજીનો ઉલ્લેખ હતો પરંતુ જ્યારે તે પુસ્તકનું વિમોચન થયું ત્યારે તેમાં અટલજી ન આવ્યા તો મને ઘણુ જ દુ:ખ થયું હતું. અડવાણીએ કહ્યું કે, તેમણે ક્યારે પણ એવી સભા સંબોધિત નથી કરી કે જેમાં અટલજી ના હોય. જો કે આજે એવું પહેલીવાર થઇ રહ્યું છે કારણ કે આપણી વચ્ચે હવે અટલજી રહ્યા નથી, તેવામાં મને ઘણુ કષ્ટ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, હું સૌભાગ્યશાળી છું કે મારી અટલજી સાથે મિત્રતા 65 વર્ષ સુધી રહી. અમે લોકો સાથે સાથે પુસ્તકો વાંચતા હતા, સિનેમા સાથે સાથે જોતા હતા. સાથે ફરવા પણ જતા હતા.
અડવાણીએ કહ્યું કે, અટલજીની વિશેષતાઓમાં એક વિશેષતા હતી કે તેઓ ભોજન પણ બનાવતા હતા. તેમણે કહ્યું કે, અમે અટલજી પાસેથી ઘણુ બધુ શિખ્યા છીએ. તેમની પાસેથી ઘણુ બધુ મેળવ્યું પણ છે. એટલા માટે તેમના દૂર જવાનું ખુબ જ દુખ છે. જો અમે તેમના જણાવેલી વાતોનું ગ્રહણ કરીએ અને જીવન જીવીએ તો આ તેમના માટે ઘણી મોટી શ્રદ્ધાંજલી હશ.