ઋષિકેશ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એક દિવસના પ્રવાસે ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચ્યા. અહીં તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) સહિત દેશબરમાં પીએમ કેર્સ હેઠળ સ્થાપિત 35 ઓક્સિજન પ્લાન્ટ્સનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે અહીં આવીને તેમને નવી ઉર્જા અને શક્તિ મળે છે. તેમણે કહ્યું છે કે જે ક્ષેત્રએ યોગ અને આયુર્વેદની શક્તિથી જીવનને આરોગ્ય બનાવવાનું સમાધાન  આપ્યું ત્યાંથી આજે દેશભરમાં અનેક ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતથી દિલ્હીની સફરને કરી યાદ
પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ 20 વર્ષ પહેલા મને જનતાની સેવા કરવાની એક નવી જવાબદારી મળી હતી. પરંતુ જનતા વચ્ચે રહીને, જનતાની સેવાની સફર તો અનેક દાયકા પહેલા શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે આજથી 20 વર્ષ પહેલા તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની નવી જવાબદારી મળી હતી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડની રચના વર્ષ 2000માં થઈ અને તેના થોડા મહિના બાદ 2001માં તેમની રાજનીતિક યાત્રા શરૂ થઈ. 


Narendra Modi ના સુશાસનના 20 વર્ષ: મજબૂત મુખ્યમંત્રીથી લઈને વિશ્વસ્તરે લોકપ્રિય નેતા


10 ગણા કરતા પણ વધુ વધ્યું મેડિકલ ઓક્સિજનનું પ્રોડક્શન
પીએમ મોદીએ મેડિકલ ઓક્સિજન પ્રોડક્શન અંગે કહ્યું કે સામાન્ય દિવસોમાં ભારતમાં એક દિવસમાં 900 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પ્રોડક્શન થતું હતું. પરંતુ કોરોનાકાળમાં ડિમાન્ડ વધતા જ ભારતે મેડિકલ ઓક્સિજનનું પ્રોડક્શન 10 ગણા કરતા પણ વધાર્યું જે દુનિયાના કોઈ પણ દેશ માટ અકલ્પનીય લક્ષ્ય હતું. પરંતુ ભારતે તે હાંસલ કરીને બતાવ્યું. 


વધુ વિગતો માટે જુઓ Video



6 લાખ ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડ્યું
ઉત્તરાખંડની ધામી સરકારની પીઠ થપથપાવતા તેમણે કહ્યું કે 2019માં જળ જીવન મિશન શરૂ થતા પહેલા ઉત્તરાખંડના ફક્ત એક લાખ 30 હજાર ઘરોમાં જ નળથી જળ પહોંચતું હતું. પરંતુ આજે ઉત્તરાખંડના 7 લાખ 10 હજારથી વધુ ઘરોમાં નળથી જળ પહોંચવા લાગ્યું છે. એટલે કે ફક્ત 2 વર્ષની અંદર જ રાજ્યના લગભઘ 6 લાખ ઘરોને પીવાના પાણીનું કનેક્શન મળ્યું છે. 


કેન્દ્રની સરકાર ઉત્તરાખંડની ટીમને ભરપૂર મદદ કરી રહી છે
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ઉત્તરાખંડની ટીમને ભરપૂર મદદ કરી રહી છે. રાજ્ય આગામી કેટલાક વર્ષોમાં પોતાની સ્થાપનાના 25 વર્ષ ઉજવશે. હવે સમય આવી ગયો છે કે આ અવસરને ખાસ બનાવવા માટે રાજ્યની મશીનરી ભેગી થવી જોઈએ. તેમણે કહ્યું કે આજે સરકાર એ વાતનો ઈન્કાર નથી કરતી કે નાગરિકો તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવશે ત્યારે કોઈ પગલું ભરાશે. સરકારી માઈન્ડસેટ અને સિસ્ટમથી આ  ભ્રમને અમે બહાર કાઢી રહ્યા છીએ. હવે સરકાર નાગરિકો પાસે જાય છે. 


ગુજરાતના આ સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ
રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ થયું. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ અને વેક્સીનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના કુલ 18 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube