વિધાનસભા ચૂંટણીને લઈને દેશના મોટા નેતાઓના જોરદાર પ્રવાસ જોવા મળી રહ્યા છે. આ કડીમાં પીએમ મોદીના વિમાનમાં શનિવારે દેવઘર એરપોર્ટ પર ટેક્નિકલ ખામી જોવા મળી. જેના કારણે વિમાનને અસ્થાયી રીતે રોકવું પડ્યું. એવું કહેવાયું કે આ ટેક્નિકલ ખામીના કારણે પીએમ મોદીની દિલ્હી વાપસીમાં વિલંબ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્નિકલ ગડબડી
મળતી માહિતી મુજબ વિમાનની નિયમિત ઉડાણ દરમિયાન એક ટેક્નિકલ ખામીની જાણકારી મળી. જેના કારણે વિમાનને તરત દેવઘર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યં. વિશેષજ્ઞ ટીમ દ્વારા વિમાનની તપાસ થઈ રહી છે. જેથી કરીને સમસ્યાને જલદી ઉકેલી શકાય. પીએમ મોદીનો આ પ્રવાસ પહેલેથી જ વ્યસ્ત કાર્યક્રમનો ભાગ હતો અને તેના અનપેક્ષિત વિલંબથી તેમની આગળની યોજનાઓમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. 


જમુઈથી દેવઘર પહોંચ્યા હતા
આ અગાઉ પીએમ મોદી જમુઈમાં હતા. એવું કહેવાય છે કે બિહારના જમુઈથી જ તેઓ દેવઘર પહોંચ્યા હતા. પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસ મનાવવા માટે જમુઈ પહોંચ્યા હતા. ત્યાં પણ તેમની રેલી હતી અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી અવસરે આયોજિત જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં ભાગ લીધો. આ અવસરે તેમણે 6640 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. આ પ્રોજેક્ટ્સમાં રસ્તા, વિજળી, જળ આપૂર્તિ, અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ યોજનાઓ સામેલ છે. 


ભગવાન બિરસા મુંડાની જયંતી
પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાની વિશેષ સ્મારક સિક્કા અને પોસ્ટ  ટિકિટનું પણ અનાવરણ કર્યું. તેમણે સમારોહ સ્થળ પર લાગેલા જનજાતીય હાટની પણ સમીક્ષા કરી. તેમણે અનેક વસ્તુઓના અંગે પણ જાણકારી મેળવી. પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) હેઠળ નિર્મિત 11,000 આવાસોના ગૃહ પ્રવેશમાં સામેલ થયા.