નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અમિત શાહએ ગુરૂવારના નવી સરકારની રચના અને શપથ ગ્રહણ સમારોહથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર આવાસ પર જઇને તેમની સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષની વચ્ચે થયેલી આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. શપથ ગ્રહણથી પહેલા આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે નવા મંત્રીમંડળને લઇને વિચાર-વિમર્શ થયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદીએ દેશને આપ્યું આ વચન...


જણાવી દઇએ કે, ભાજપના બંને મુખ્ય નેતાઓની છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી મુલાકાત છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને શાહની બેઠક દરમિયાન તે સાંસદોની યાદીને અંતિમ રૂપ આપવામાં આવ્યું જે સાંજે મોદીની સાથે પદ અને ગોપનીયતાના શપથ લેશે. મોદી અને શાહની આ પહેલા મંગળવારે અને બુધવારે પણ નવી સરકારની રચનાને લઇને વિચાર-વિમર્શ બેઠક યોજાઇ હતી.


વધુમાં વાંચો: શિવસેનાનો દાવો: ‘મોદી મંત્રીમંડળમાં NDAના દરેક દળમાંથી હશે 1 મંત્રી’


ઉલ્લેખનીય છે કે,  લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમત સાથે જીત બાદ વડાપ્રધાન નેરન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના નવા મંત્રીમંડળની સાથે શપથ લેશે. આ વચ્ચે આ વાતનું રહસ્ય બન્યું છે કે, ચાર મુખ્ય ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો ચાર્જ કોને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી કેબિનેટમાં સહયોગી દળના કેટલાક નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાં શિવસેના અને JDUમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે અકાળી દળ અને લોક જનશક્તિ પાર્ટીમાંથી 1-1 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. જો કે, AIADMKમાંથી પણ એક મંત્રી બનાવવામાં આવી શકે છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...