નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આ વખતે બજેટ સત્રમાં કાર્યવાહી અવરોધિત થવાના વિરોધમાં 12 એપ્રિલે એક દિવસો ઉપવાસ રાખશે. પીએમ મોદી અને શાહની સાથે તમામ ભાજપના સાંસદો ઉપવાસ પર રહેશે. સૂત્રોએ જણાવ્યું કે ઉપવાસ રાખવા દરમિયાન પીએમ મોદી લોકો અને અધિકારીઓને મળવા અને ફાઇલોને મંજૂરી આપવા માટે દૈનિક નિયમિત સત્તાવાર કામકાજમાં કોઈ ફેરફાર નહીં કરે. મહત્વનું છે કે આ પહેલા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર દલિત અને અલ્પસંખ્યક વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેના વિરોધમાં સોમવારે ઉપવાસ રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના તમામ સાંસદો 12 એપ્રિલે પોતાના સંસદીય ક્ષેત્રમાં ઉપવાસ રાખશે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ તે દિવસે કર્ણાટકના હુબલીમાં ઉપવાસ રાખશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં 12 મેએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. 6 એપ્રિલે સંસદનું પૂર્ણ થયેલું બજેટ સત્ર વર્ષ 2000 બાદ અત્યાર સુધીનું સૌથી ઓછા કામકાજવાલું સત્ર રહ્યું છે. બીજીતરફ સત્તામાં રહેલી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ સંસદના બંન્ને ગૃહોમાં ગતિરોધ માટે એકબીજાને દોષિ ગણાવી રહ્યાં છે. 



બજેટ સત્રમાં થયું સૌથી ઓછું કામ
સંસદીય કાર્યો સાથે જોડાયેલી શોધ સંસ્થા, પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચની રિપોર્ટ અનુસાર ગત 29 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી બે ચરણોમાં પૂર્ણ થયેલા બજેટ સત્રમાં લોકસભામાં માત્ર 23 ટકા અને રાજ્યસભામાં 28 ટકા કામકાજ થયું. શોધ સંસ્થાના આંકડા પ્રમાણે લોકસભામાં નિર્ધારિત સમયનો 21 ટકા સમય કામકાજ થયું અને રાજ્યસભામાં 27 ટકા સમયનો જ ઉપયોહ થયો. હાલની 16મી લોકસભામાં અત્યાર સુધી કામકાજનું સ્તર 85 ટકા અને રાજ્યસભામાં 68 ટકા રહ્યું. 


સંસદીય કાર્ય પ્રધાન અનંત કુમારે જણાવ્યું કે, સત્રના પ્રથમ ચરણમાં લોકસભામાં થયેલા કામોની ટકાવારી 134 ટકા અને રાજ્યસભાના કામની ટકાવારી 96 રહી હતી. પ્રથમ સત્ર દરમિયાન લોકસભાની સાત અને રાજ્યસભાની આઠ બેઠકો થઈ હતી. 


બીજીતરફ પાંચ માર્ચથી શરૂ થયેલા બીજા ચરણમાં બંન્ને ગૃહોની કાર્યવાહી સતત હંગામાને કારણે સ્થગિત રહી અને કામકાજમાં ઘટાડો નોંધાયો. કુમારે જણાવ્યું કે આ ચરણમાં લોકસભામાં 4 ટકા અને રાજ્યસભામાં 8 ટકા કામ થઈ શક્યું છે.