નવી દિલ્હી :લોકસભા ઈલેક્શનનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈના નારા સામે પીએમ મોદી અને ભાજપ અધયક્ષ અમિત શાહે નવો દાવ ખેલ્યો છે. બીજેપીએ આજથી ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરીને ‘મેં ભી ચોકીદાર’ અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહે બંનેએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે. માત્ર આ બે દિગ્ગજ નેતાઓ જ નહિ, રેલવે મંત્રી પિષુય ગોયલ, પ્રકાશ નડ્ડા જેવા અનેક નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"206765","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ModiShahTwitter.jpg","field_file_image_title_text[und][0][value]":"ModiShahTwitter.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ModiShahTwitter.jpg","field_file_image_title_text[und][0][value]":"ModiShahTwitter.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ModiShahTwitter.jpg","title":"ModiShahTwitter.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


પીએમ મોદીએ શનિવારે ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું. આ સાથે જ તેમણે એક વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોની સાથે તેમણે ટ્વિટમાં લખ્યું કે, તમારો આ ચોકીદાર રાષ્ટ્રની સેવામાં મજબૂતીથી ઉભો છે. પરંતુ હું એકલો નથી. તેમણે કહ્યું કે, અહીં દરેક કોઈ ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બદીઓ સામે લડી રહ્યું છે. તેઓ પણ ચોકીદાર છે. મોદીએ કહ્યું કે, દરેક જે ભારતની પ્રગતિ માટે પરસેવો પાડી રહ્યો છે, તે એક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે, હું પણ ચોકીદાર છું. 


ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી હંમેશા પોતાને ચોકીદાર ગણાવે છે, જે ભ્રષ્ટાચારને પરમિશન નહિ આપે, અને ન તો પોતે ભ્રષ્ટાચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ભાષણોમાં અનેકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા ચોકીદાર ચોર હૈ કહ્યું છે. તેથી હવે વિપક્ષના આ જ હુમલાને ભાજપે પોતાના ઈલેક્શન પ્રચારમાં સામેલ કરી લીધું છે. 2014ના લોકસભા ઈલેક્શનમાં મણિશઁકર અય્યરની ચાવાળાની ટિપ્પણીને પણ ભાજપે ઈલેક્શન અભિયાન બનાવ્યું હતું.