PM Modi on Terrorism: આતંકવાદ પર લગામ કસવા માટે 'નો મની ફોર ટેરર' સંમેલનમાં પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે આતંકનો એક હુમલો  બધા પર હુમલો છે. જ્યાં સુધી આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ન ફેંકીએ ત્યાં સુધી અમે અટકીશું નહીં. આતંકવાદ એવો વિષય છે જે માનવતા પર અસર કરે છે...તે અર્થવ્યવસ્થા પર અસર કરે છે. પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર પ્રહાર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર પ્રહાર
તેમણે કહ્યું કે કેટલાક દેશ એવા પણ છે જે આતંકવાદને આર્થિક મદદ કરતા રહે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, આ કોન્ફરન્સ ભારતમાં જ થઈ રહી છે તે મહત્વનું છે. વિશ્વ પહેલા ભારતે આતંકવાદની અસર ઝેલી, ભારતે દ્રઢતાથી આતંકવાદનો મુકાબલો કર્યો. તેમણે કહ્યું કે ટેરર ફાઈનાન્સિંગના મૂળ પર હુમલો કરવો જોઈએ. આતંકને લઈને અલગ અલગ ધારણા છે. આતંકવાદને એક જ ચશ્માથી જોવો જોઈએ અને દરેક આતંકી હુમલાનો તે જ દ્રઢતાથી મુકાબલો કરવો જોઈએ. સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકની કોઈ સરહદ હોતી નથી. ફક્ત ઝીરો ટોલરન્સ અપ્રોચ તેનો મુકાબલો કરી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube