નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટેક્સ સિસ્ટમને નાગરિક કેન્દ્રીત બનાવવાનો ઉલ્લેખ કરતાં બુધવારે કહ્યું કે દેશમાં ઘણા બધા લોકો દ્વારા ટેક્સ નહી આપવાનો ભાર ઇમાનદાર કરદાતાઓ પર પડે છે. એવામાં દરેક ભારતીયને આ વિશય પર આત્મમંથન કરી ઇમાનદારીથી ટેક્સ ચૂકવવો જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ન્યૂઝ ચેનલના સમિટને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 'જ્યારે ઘણા બધા લોકો ટેક્સ આપતા નથી, ટેક્સ ન આપવાની રીત શોધી લે છે, તો તેમનો ભાર તે લોકો પર પડે છે, જે ઇમાનદારીથી ટેક્સ ચૂકવે છે. એટલા માટે હું આજે પ્રત્યેક ભારતીયને આ વિષયમાં આત્મમંથન કરવાનો આગ્રહ કરીશ. શું તેમને આ સ્થિતિ સ્વિકાર છે?


તેમણે કહ્યું કે ગત પાંચ વર્ષોમાં દેશમાં 1.5 કરોડથી વધુ કારોનું વેચાણ થયું છે. ત્રણ કરોડથી વધુ ભારતીય બિઝનેસના કામથી અથવા ફરવા વિદેશ ગયા છે, પરંતુ સ્થિતિ એ છે કે 130 કરોડથી વધુ આપણા દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ ટેક્સ આપે છે. તેમણે કહ્યું કે તે તમામ દેશવાસીઓને આગ્રહ કરશે કે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારને યાદ કરતાં આ વિશે સંકલ્પ લે અને પ્રણ લે કે ઇમાનદારીથી જે ટેક્સ બને છે, તે આપશે. 


PM મોદીએ કહ્યું કે એક નાગરિક તરીકે દેશ આપણી પાસે જે કર્તવ્યોને નિભાવવાની અપેક્ષા કરે છે, તે જ્યારે પુરૂ થાય છે, તો દેશને પણ નવી તાકાત અને નવી ઉર્જા મળી છે. આ નવી ઉર્જા, નવી તાકાત, ભારતને આ દશકમાં પણ નવી ઉંચાઇઓ પર લઇ જશે. વડાપ્રધાને કહ્યું કે આજે આજે અમે દુનિયાના તે ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ થયા છે, જ્યાં કરદાતાઓના અધિકારોને સ્પષ્ટતાથી પરિભાષિત કરનાર ટેક્સપેયર ચાર્ટર પણ લાગૂ થશે. 


સરકારના કાર્યો તથા પ્રતિબદ્ધતાઓનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું 'દુનિયાના સૌથી મોટા યુવા દેશ, હવે ઝડપથી રમવાના મૂડમાં છે. ફક્ત 8 મહિનાની સરકારે જે સેન્ચૂરી બનાવી છે, તે અભૂતપૂર્વ છે. ભારતે એટલા ઝડપી નિર્ણય લીધા, એટલી ઝડપી કામ થયા. 


વડાપ્રધાને કહ્યું કે 'દેશમાં થઇ રહેલા આ પરિવર્તનોએ સમાજના દરેક સ્તર પર નવી ઉર્જાનો સંચાર કર્યો છે, તેને આત્મવિશ્વાસ ભરી દીધો છો. આજે દેશના ગરીબમાં આ આત્મવિશ્વાસ આવી રહ્યો છે તે પોતાનું જીવન સ્તર સુધારી શકે છે, પોતાની ગરીબી દૂર કરી શકે છે. 


વડાપ્રધાને કહ્યું કે હવે ભારતનો ટાર્ગેટ છે આગામી 5 વર્ષમાં પોતાની અર્થવ્યવસ્થાને 5000 અરબ ડોલર સુધી વિસ્તાર કર્યો. આ લક્ષ્ય, આસાન નથી, પરંતુ એવું પણ નથી કે જેને પ્રાપ્ત ન કરી શકાય. તેમણે કહ્યું કે આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે કે ભારતમાં વિનિર્માણ વધે, નિર્યાત વધે. તેના માટે સરકારે અનેક નિર્ણય લીધા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube