PM મોદીએ કહ્યું, `કલકત્તા પોર્ટ હવે શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે`
પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi) કલકત્તા પોર્ટ ટ્રસ્ટ (Kolkata Port Trust)ની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ હવેથી શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે. વડાપ્રધાને કહ્યું કે `કલકત્તાનું આ પોર્ટ ભારતની ઓદ્યોગિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું પ્રતિક છે.`
કલકત્તા: પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi) કલકત્તા પોર્ટ ટ્રસ્ટ (Kolkata Port Trust)ની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ હવેથી શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે. વડાપ્રધાને કહ્યું કે 'કલકત્તાનું આ પોર્ટ ભારતની ઓદ્યોગિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું પ્રતિક છે.'
પીએમ મોદીએ કહ્યું કે 'બંગાળના સપૂત, ડોક્ટર મુખર્જીએ દેશમાં ઐદ્યોગિકરણનો પાયો નાખ્યો હતો. ચિતરંજન લોકોમોટિવ ફેક્ટરી, હિન્દુસ્તાન એરક્રાફ્ટ ફેક્ટરી, સિંદરી ફર્ટિલાઇઝર કારખાના અને દામોદર વેલી કોર્પોરેશન, એવી અનેક માટા પ્રોજેક્ટના વિકાસમાં ડોક્ટર મુખર્જીનું મોટું યોગદાન છે.
વડાપ્રધાને કહ્યું કે 'માં ગંગાના સાનિધ્યમાં, ગંગાસાગરના નજીક, દેશની જળશક્તિ આ ઐતિહાસિક પ્રતિક પર, આ સમારોહનો ભાગ બનવું સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટના માધ્યમથી રાષ્ટ્રસેવા કરનારાઓમાં નમન કરું છું. તેમના સારા ભવિષ્યની કામના કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે 'કલકત્તા પોર્ટના વિસ્તાર અને આધુનિકરણ માટે આજે લાખો રૂપિયાના ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે. આદિવાસીઓ પુત્રીઓની શિક્ષા અને કૌશલ વિકાસ માટે હોસ્ટેલ અને સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ થયો છે.
પીએમ મોદીએ આ અવસર પર રાજ્ય સરકર પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું 'મમતા સરકારે આયુષ્માન ભારત યોજનાને લટકાવી. આયુષ્માન યોજનાથી 75 લાખ લોકોને ફાયદો થયો છે. જો મમતા સરકાર પરવાનગી આપે તો પશ્વિમ બંગાળમાં આયુષ્માન યોજના લાગૂ થઇ જશે.
આ કાર્યક્રમમાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમ નથી. જોકે ટ્રસ્ટ દ્વારા મમતા બેનર્જીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે શનિવારે મમતા બેનર્જીએ બે વાર વડાપ્રધાન સાથે શેર કર્યું હતું પરંતુ આજે તે પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં નહી આવે. સૂત્રોનું કહેવું છે કે રવિવારે બેલૂર મઠમાં સીએએ પર પીએમ મોદીના નિવેદનથી મમતા બેનર્જી નારાજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેલૂર મઠમાં પીએમ મોદીએ નાગરિકતા સંશોધન કાનૂન (CAA)નો વિરોધ કરી રહેલા લોકો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો રાજકીય કારણોથી સીએએને લઇને ભ્રમ ફેલાઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube