નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોરમાં થયેલ ભીષણ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધી 260થી વધુ લોકોના મોત થયા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. પીએમ મોદી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે. તેમણે ઘટનાસ્થળ પર રવાના થતા પહેલા શનિવારે સવારે એક રિવ્યૂ મીટિંગ કરી હતી. આ દુર્ઘટનાને દેશની સૌથી ભીષણ રેલ દુર્ઘટનામાંથી એક માનવામાં આવી રહી છે. 


Balasore Train Accident: દોષીતોને છોડવામાં નહીં આવે
પીએમ મોદીએ બાલાસોરની હોસ્પિટલમાં પીડિતોને મળ્યા બાદ મીડિયાને કહ્યું- જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ ખુબ દુખદાયક અને સંવેદનાથી પણ ઉપર મનને વિચલિત કરનાર છે. જે પરિવારને ઈજા થઈ છે, તેના માટે સરકાર સારી સ્વાસ્થ્ય સુવિધા માટે કોઈ કસર છોડશે નહીં. સરકાર માટે ઘટના અત્યંત ગંભીર છે. દરેક પ્રકારની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. જે પણ દોષી સાબિત થશે, તેને કડક સજા મળશે, કોઈને છોડવામાં આવશે નહીં. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube