PM Modi Covid-19 Meeting: લૉકડાઉનમાં પણ વેક્સિનેશન પર ભાર, બીજી લહેર બાદ આકરા નિર્ણયો લઈ શકે છે PM
કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ પીએમ મોદી કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. તેમણે બધા રાજ્યોને કહ્યું કે, અત્યારની સ્થિતિ જોતા લાખો દર્દીઓની સારવાર પર સંપૂર્ણ ફોકસ કરવાનું છે. સાથે રસીકરણની ગતિ કોઈપણ કિંમતે ધીમી પડવા દેવાની નથી.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બધા રાજ્યોને કહ્યું કે, હાલની પરિસ્થિતિમાં લાખો દર્દીઓની સારવાર પર જ્યાં ધ્યાન આપવાનું છે તો તે પણ નક્કી કરવાનું છે કે કોઈપણ સ્થિતિમાં વેક્સિનેશનની ગતિ ધીમી ન પડે. તેમણે કહ્યું કે, બન્ને મોર્ચા પર કડક થવાથી આગળનો મોર્ગ સરળ રહેશે. પીએમ મોદીએ આ વાત ગુરૂવારે કોવિડ અને રસીકરણની હાલની સ્થિતિની સમીક્ષા બેઠકમાં કહી હતી. બેઠકમાં પીએમ મોદીને તે રાજ્યો વિશે જાણકારી આપવામાં આવી, જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ રાજ્યોમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લાની પણ જાણકારી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, રાજ્યોને આવા જિલ્લાની ઓળખ કરવા માટે પણ એક એડવાઇઝરી મોકલવામાં આવી છે, જ્યાં સંક્રમણના કેસની સંખ્યા 10 ટકા કે તેનાથી વધુ છે અથવા ઓક્સિજન યુક્ત કે આઈસીયૂ બેડ 60 ટકાથી વધુ ભરેલા છે. પ્રધાનમંત્રીએ દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરતા રેમડેસિવિરના ઉત્પાદનની હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચોઃ કોરોનાએ ભારતને ગરીબીના મુખમાં ધકેલ્યો, સરવેમાં આંકડા આવ્યા સામે
રસીકરણની ગતિ ધીમી ન પડેઃ મોદી
પ્રધાનમંત્રીએ આગામી કેટલાક મહિનામાં રસીનું ઉત્પાદન વધારવા માટે રસીકરણ અને રોડમેપની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદીને જણાવવામાં આવ્યું કે, રાજ્યોને લગભગ 17.7 કરોડ ડોઝની આપૂર્તિ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, રાજ્યોને સંવેદનશીલ બનાવવાની જરૂર છે, જેથી રસીકરણની ગતિ ધીમી ન થાય. તેમણે કહ્યુ કે તમામ રાજ્યોમાં લૉકડાઉન છતાં રસીકરણમાં કોઈ પ્રકારની ઢીલાસ ન થાય અને રસીકરણમાં સામેલ સ્વાસ્થ્યકર્મીઓને બીજા કામોમાં ન લગાવવા જોઈએ. બેઠકમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમન, ડો. હર્ષવર્ધન. પીયુષ ગોયલ, મનસુખ માંડવિયા સહિત અન્ય મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
પીએમે કહ્યુ, સતત ફીડબેક લઈ રહ્યા છે મંત્રી
તો પીએમ મોદીએ બધા મંત્રીઓને પોત-પોતાના વિસ્તારમાં સતત સંપર્કમાં રહી ફીડબેક આપવાનું કર્યુ છે. પીએમ મોદીએ મંત્રીઓને સાચો ફીડબેક આપવાનું કહ્યુ, જેથી વસ્તુ યોગ્ય કરી શકાય. પાછલા દિવસોમાં પીએમ મોદીએ બધા મંત્રીઓ સાથેની બેઠકમાં પણ આ વાત કહી હતી. સૂત્રો અનુસાર પીએમ મોદીએ પાછલી કેટલીક બેઠકમાં અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી કે કેટલાક મુદ્દા પર ઇમાનદાર ફીડબેક આપવામાં આવ્યો નહીં.
આ પણ વાંચોઃ Lockdown: રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધી લૉકડાઉન, લગ્ન સમારોહ પર પણ પ્રતિબંધ
કોવિડની બીજી લહેર નબળી પડ્યા બાદ પીએમ મોદી કેટલાક આકરા નિર્ણયો લઈ શકે છે. સાથે ત્રીજી લહેરની આશંકાને જોતા પીએમઓને આગળની તૈયારી માટે અત્યારથી દર સપ્તાહે સમીક્ષા બેઠક કરવાનું કહ્યું છે. બુધવારે પીએમઓના વૈજ્ઞાનિક સલાહકારે કહ્યુ હતુ કે, ત્રીજી લહેર આવવાનું નક્કી છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પણ સરકારને ત્રીજી લહેરથી નિયંત્રણ માટે સમય પહેલા પગલા ભરવાનું કહ્યું છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube