PM Modi Chana Video: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે હૈદરાબાદના પ્રવાસે હતા. ત્યાં તેમણે 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં બનાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટી (Statue of Equality) પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમાને તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટી પ્રતિમાનું અનાવરણ
આ દરમિયાન પીએમ મોદીએ હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય પાક અનુસંધાન સંસ્થાનના અર્ધશુષ્ક ઉષ્ણકટિબંધીય (ICRISAT) માટે આયોજિત ગોલ્ડન જ્યુબિલી સમારોહનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ સમારોહનું ઉદ્ધાટન કરવા જતી વખતે પ્રધાનમંત્રી મોદીની નજર ખેતરો તરફ ગઈ હતી. ત્યારબાદ પ્રોટોકોલની પરવા કર્યા વગર તેઓ ખેતરમાં ગયા હતા. 


લતા મંગેશકરના નિધન પર PM મોદીએ કરી ટ્વીટ- આ ખાલીપણાને ભરી શકાશે નહીં


પીએમ મોદી  ખેતરોમાં પાક પાસે જઈને તોડી તોડીને કઈક ખાવા લાગ્યા હતા. ત્યારબાદ તો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર એ વાત ચર્ચાવવા લાગી હતી કે આખરે પીએમ મોદીએ ખેતરોમાંથી શું તોડીને ખાધુ. ઈન્ટરનેટ પર લોકોએ એ ચીજ વિશે ખુબ સર્ચ કર્યું કે પ્રધાનમંત્રી મોદીએ આખરે ખેતરોમાંથી તોડી તોડીને ખાધુ એ વસ્તુ કઈ હતી. જુઓ વીડિયો...


PM મોદીના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન રાજ્યના CM રહ્યા ગાયબ, BJP એ ગણાવ્યું અપમાન


અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ખેતરોમાં ચણાના છોડ જોયા હતા. જેમાં નાના નાના ચણાના ફળ પણ ઉગ્યા હતા. આમ તો ગામના લોકોએ ચણાના છોડ જોયા જ હશે પરંતુ કદાચ શહેરના લોકોને ચણાના છોડ વિશે ખબર ન પણ હોય. તો તેમને અમે જણાવી દઈએ કે ચણાના નાના નાના છોડ હોય છે. જ્યારે ચણા છોડ પર હોય છે ત્યારે તેના છોતરા પણ હોય છે. દરેક ચણાને કાચો પણ ખાઈ શકાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube